જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધાર્યું સસ્પેન્સ, આજે ભાજપમાં નહીં થાય સામેલ
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ મધ્યપ્રદેશમાં હડકંપ મચી ગયો છે. સિંધિયાના સમર્થનમાં 22 ધારાસભ્યોએ રાજીનામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં રાજકીય રમત ચાલી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી છે. સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે, તે હવે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થશે. જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે ભાજપમાં સામેલ થશે તેવી માહિતી સામે આવી હતી પરંતુ હવે સિંધિયા દિલ્હી નહીં ભોપાલમાં ભાજપમાં સામેલ થશે.
સૂત્રો પાસેથી માહિતી મળી છે કે સિંધિયા દિલ્હી નહીં પરંતુ ભોજાપમલાં ભાજપમાં સામેલ થશે. જાણવા મળી રહ્યું છે કે સિંધિયા દિલ્હીથી ગ્વાલિયર જશે ત્યારબાદ 12-13 માર્ચે ભોપાલમાં ભાજપમાં સામેલ થશે.
મહત્વનું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ મધ્યપ્રદેશમાં હડકંપ મચી ગયો છે. સિંધિયાના સમર્થનમાં 22 ધારાસભ્યોએ રાજીનામાં આવ્યા છે. જેથી કમલનાથ સરકાર પર ખતરો આવી ગયો છે.
આ કોંગ્રેસના ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં
અત્યાર સુધી કુલ 22 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે. જેમાંથી 6 કમલનાથ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. રાજીનામાં આપનારા ધારાસભ્યોમાં રઘુરાજ કંસાના, કમલેશ જાટવ, ભાંડેરથી રક્ષા સંત્રાવ, અશોક નગરથી જજપાલ સિંહ જજ્જી, શિવપુરીથી સુરેશ ધાકડ, ઓપી એર ભદૌરિયા, રણવીર જાટવ, ગિરરાજ દંડોતિયા, જસવંત જાટવ, હરદીપ ડંગ, મુન્ના લાલ ગોયલ, બ્રિજેન્દ્ર યાદવ, દત્તિગાંવથી રાજવર્ધન સિંહ, એંદલ સિંહ કંસાના, મનોજ ચૌધરી સામેલ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...