S-400 ડીલ બાદ અમેરિકાનું વલણ બદલાયું, પ્રતિબંધનો ઇરાદો સહયોગીને નુકસાન નહી
US દ્વારા કડક વલણ અપનાવાય તેવી શક્યતાઓ વચ્ચે અમેરિકાની ખુબ જ સંતુલીત પ્રતિક્રિયા આપી
વોશિંગ્ટન : અમેરિકા ભલે જ રશિયા સાથે સંબંધો મુદ્દે વિશ્વનાં દેશોને ધમકીઓ આપતું રહ્યું પરંતુ શુક્રવારે બારતેનાં બહુચર્ચિત S-400 ડીલ ફાઇનલ કર્યા બાદ તેના સુર બદલાઇ ચુક્યા છે. અમેરિકાએ પોતાનું વલણ ઢીલુ કરતા કહ્યું કે, તેની તરફથી લગાવવામાં આવતા પ્રતિબંધ વાસ્તવમાં રશિયાને દંડ કરવા માટે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીલ થયાની થોડી કલાકો બાદ જ અમેરિકન દૂતાવાસની તરપતી પહેલી પ્રતિક્રિયા આવી. નવી દિલ્હી ખાતે આવેલા દૂતાવાસે સ્પષ્ટ કહ્યું કે, અમેરિકન પ્રતિબંધોનો ઇરાદો અમારી સહયોગી દેશોની સૈન્ય ક્ષમતાને નુકસાન પહોંચાડવાનો નથી.
ઉલ્લેખનીય છે કે, રસિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ ભારતની મુલાકાતે છે. શુક્રવારે ભારતે અમેરિકાની ચેતવણીને નજરઅંદાજ કરીને રશિયા સાથે બહુપ્રતિક્ષિત S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ ફાઇનલ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું હતું કે, ડીલ ફાઇનલ થયા બાદ અમેરિકાની તરફથી આકરા પગલા લેવામાં આવી શકે છે, જો કે US દૂતાવાસની તરફતી કૂટનીતિક નિવેદન આપવામાં આવ્યું છે. ભારત અને રશિયાની વચ્ચે શુક્રવારે સ્પેસ સહયોગ સહિત 8 મોટી સમજુતીઓ થઇ છે.
USએ સંયમીત પ્રતિક્રિયા આપી
અમેરિકાએ ખુબ જ સંતુલીત પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રશિયાની વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાનો તેનો ઇરાદ પોતાનાં સહયોગીઓ કે પાર્ટનર્સની સૈન્ય ક્ષમતાઓને નુકસાન પહોંચાડવાનું નથી. અમેરિકાએ કહ્યું કે, કોઇ પણ છુટ અથવા તે અંગે વિચાર દરેક ટ્રાન્ઝેક્શનનાં આધાર પર થશે અને તેનું પહેલા જ અનુમાન લગાવી શકાય નહી.
ભારત પર એન્ટી રશિયન પ્રતિબંધોની શી અસર થશે ? અમેરિકન દૂતાવાસનાં પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકન કાયદા CAATSAનાં સેક્શ 231 પર વિચાર દરેક ટ્રાન્જેક્શનનાં આધારે થશે. CAATSAને લાગુ કરવા માટેની અમારો ઇરાદો રશિયાનાં ઘાતક વ્યવહાર માટે દંડ આપવાનો છે. તેમાં રશિયાનાં ડિફેન્સ સેક્ટરમાં ફંડ ફ્લોને અટકાવવાનો પણ સમાવેશ થાય છે.