હૈદરાબાદ : ભારતીય મહિલા ટેનિસને નવી ઊંચાઈ પર લઈ જનારી સાનિયા મિર્ઝાના પ્રશંસકો માટે મોટા સમાચાર આવ્યા છે. સાનિયા, હાલ ભલે કેટલાક મહિનાઓથી ટેનિસ કોર્ટથી દૂર છે, પણ હવે તેના પર ફિલ્મ બનવા જઈ રહી છે. સાનિયા મિર્ઝાએ શુક્રવારે દાવો કર્યો છે કે, ફિલ્મકાર રોની સ્ક્રુવાલા તેના જીવન પર આધારિત ફિલ્મ બનાવશે. સાનિયા ગ્રેન્ડસ્લેમ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા પ્લેયર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


32 વર્ષની સાનિયા મિર્ઝાએ 6 ગ્રેન્ડસ્લેમ ડલબ્સ જીત્યા છે. તેમાં ત્રણ મહિલા ડબલ્સ અને ત્રણ મિકસ્ડ ડબલ્સના ખિતાબ સામેલ છે. સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, તેણે આ બાયોપિક માટેના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાં છે અને તેના પર કામ શરૂ થઈ ચૂક્યું છે. સાનિયા મિર્ઝા અંદાજે આઠ મહિનાથી કોર્ટથી દૂર છે. તે ગત વર્ષે ઓક્ટોબરમાં માતા બની હતી. સાનિયાએ પહેલા મહિનામાં જ કહ્યું હતું કે, તે ફરીથી અભ્યાસ શરૂ કરી રહી છે અને આ વર્ષના અંત સુધી કોર્ટમાં વાપસી કરી શકે છે. 



સાનિયાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, આ શાનદાર છે. આ વિશે બહુ જ સમયથી વાત ચાલી રહી હતી. એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી દીધા છે. હું તેની રાહ જોઈ રહી છું. તેમણે જણાવ્યું કે, ફિલ્મના શરૂઆતના સમયનું જ કામ શરૂ થઈ ચૂક્યું છે. સાનિયાએ કહ્યું કે, આ બધુ આપસી સમજદારીથી થઈ રહ્યું છે. મને લાગે છે કે, મારી કહાની છે, તો તેમાં મારા નિર્ણય મહત્વના રહેશે.