છત્તીસગઢ:  પોલીસે એક એવા ગુનેગારને પકડ્યો છે જે પ્રેમમાં એટલો ઘેલો થઇ ગયો હતો કે પોલીસની આંખે પાણી લાવી દીધા હતા. પોલીસે આ ગુનેગારને ઘણાવર્ષોથી શોધી રહી હતી. જો કે દર વખતે આ શાતિર ગુનેગાર પોલીસને ઉલ્લુ બનાવીને ભાગી ગયો હતો. જો કે આખરે તે રાયપુરની એક હોટલમાંથી ઝડપાઇ ચુક્યો છે. છત્તીસગઢ પોલીસે અભિષેક જોશી નામના લૂંટારાની ધરપકડ કરી છે. અભિષેક પર ભિલાઇ, દુર્ગ અને રાયપુરમાં 50થી વધારે લૂંટ કરવાનો આરોપ છે. અને તે દેવેન્દ્રનગરનો રહેવાસી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmer Protest: કૃષિ કાયદો અને MSP ના વિવાદિત મુદ્દાને સમજો સરળ ભાષામાં

આમ તો અભિષેક ગત્ત 8 વર્ષોથી અપરાધની દુનિયામાં છે. જો કે ગત્ત એક વર્ષ દરમિયાન તેના નામે વધારે કેસ નોંધાયા છે. એક વર્ષમાં જ તેણે અનેક ગુના આચર્યા છે. અનેક પોલીસ ટીમ તેને શોધી રહી હતી. અભિષેક દર વખતે પોલીસને ચકમો આપવામાં સફળ રહેતો હતો. પોલીસને તેને શોધવામાં સૌથી મોટી સમસ્યા એ હતી કે તે ગુનો આચર્યા બાદ તુરંત જ પોતાની જગ્યા બદલી નાખતો હતો. અભિષેક પોતાની પ્રેમિકા સાથે બ્રેકઅપ બાદ ગુનેગાર બન્યો હતો. જ્યારે પ્રેમિકાએ લગ્નનો ઇન્કાર કરી દીધો તો અભિષેકે પોતાનાં ડોઢ કરોડ રૂપિયાનો બંગલો માત્ર 14 લાખ રૂપિયામાં વેચી દીધો હતો. 


ખેડૂત આંદોલનમાં નવો વળાંક: કાલે બેઠક અગાઉ ગૃહમંત્રી અમિત શાહ સાથે ખેડૂત નેતાઓ કરશે મુલાકાત

આટલો કિંમતી બંગલો સસ્તામાં વેચ્યા બાદ અભિષેક ગુનેગાર બની ગયો. એટલું જ નહી તે મહિલાઓને જ નિશાન બનાવતો હતો. લગભગ 8 વર્ષથી તે સતત મહિલાઓ સાથે લૂંટ જેવા ગુના આચર્યા કરતો હતો. સીસીટીવી ફુટેજના આધારે તેને એક હોટલમાંથી ઝડપી લીધા બાદ હવે પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમભગ્ન થયા બાદ IAS કે IPS બની જતા પ્રેમિ જોયા હશે. અથવા તો નિર્ધન બની જતા પ્રેમિ પણ જોયા હશે. જો કે આ આરોપી ધનવાન હોવા છતા આવા ગુના આચર્યા કરતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube