કાશ્મીર મુદ્દે તુર્કીએ લીધો હતો પાકિસ્તાનનો પક્ષ, હવે PM મોદીએ આપ્યો જડબાતોડ જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના અંતમાં પ્રસ્તાવિત તુર્કી પ્રવાસ રદ કર્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆને સપ્ટેમ્બરમાં થયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના અંતમાં પ્રસ્તાવિત તુર્કી પ્રવાસ રદ કર્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆને સપ્ટેમ્બરમાં થયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપ્યું હતું. એટલું જ નહીં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની પેરિસમાં થયેલી બેઠકમાં પણ તેમણે પાકિસ્તાનનું જ સમર્થન કર્યું હતું. કહેવાય છે કે તુર્કીના કાશ્મીર મુદ્દેના આ વલણને કારણે પીએમ મોદીએ આ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ મહિનાના અંતમાં પીએમ નરેન્દ્ર મોદીનો બે દિવસનો તુર્કી પ્રવાસ પ્રત્સાવિત હતો.
હત્યારાઓ કમલેશ તિવારી સાથે આ મુદ્દે કરી રહ્યાં હતાં વાત!, પછી તાબડતોબ ચાકૂના 13 ઘા ઝીંક્યા
પીએમ મોદી જો તુર્કી જાત તો આ તેમની દ્વિપક્ષીય વાર્તા માટે પહેલો તુર્કી પ્રવાસ હોત. 27-28 ઓક્ટોબરના રોજ સાઉદી અરબમાં મેગા ઈન્વેસ્ટમેન્ટ સમિટ બાદ તેમનો તુર્કી જવાનો કાર્યક્રમ હતો. તુર્કીનો પ્રવાસ રદ કરવાનો સ્પષ્ટ અર્થ છે કે ભારત અને તુર્કી વચ્ચેના સંબંધ નીચલા સ્તર પર છે. બંને દેશો વચ્ચે ક્યારેય મધુર સંબંધ રહ્યાં નથી. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ટ્રેડ અને ડિફેન્સ પર ચર્ચા થવાનો પ્રસ્તાવ હતો.
જો કે વિદેશ મંત્રાલયે આ પ્રવાસ રદ થવાના અહેવાલો પર સ્પષ્ટ રીતે કઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે આ પ્રવાસ ફાઈનલ થયો નહતો. આવામાં રદ થવાનો કોઈ સવાલ જ ઉઠતો નથી. પીએમ નરેન્દ્ર મોદીએ 2015માં જી-20 સમીટ માટે તુર્કીની મુલાકાત કરી હતી. આ ઉપરાંત ઓસાકામાં આ વર્ષે જી-20 સમિટ વખતે પણ પીએમ મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆન સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ જુલાઈ 2018માં અર્દોઆને ભારતની બે દિવસની મુલાકાત કરી હતી.
જુઓ LIVE TV