આગરાઃ તાજનગરી આગરાના એક વિદ્યાર્થીએ દુનિયાની સૌથી મોટી દિવાલ ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ આજે દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. દયાલબાગ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી સમ્પન્ન સક્સેનાએ બનાવેલી આ ઘડિયાળની સાઈઝ 67 ઈંચ છે. તેનો દાવો છે કે આ અગાઉ દુનિયામાં સૌથી મોટી 57 ઈંચની દિવાલ ઘડિયાળ બનાવાઈ હતી. હાલ તો આ ઘડિયાળને લિમકા બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂના રેકોર્ડ તોડવાનો દાવો 
સમ્પન્નનો દાવો છે કે, તેણે લિમકા બૂક ઓફ રિકોર્ડમાં નોંધાયેલા જૂના રેકોર્ડનો તોડી નાખ્યો છે. શિકોહાબાદમાં રહેતા સંપન્નએ જણાવ્યું કે, તેના પિતા પાસેતી આ ઘડિયાળ બનાવવાની તેને પ્રેરણા મળી હતી. આ ઘડિયાળ બનાવવામાં તેને 45 દિવસનો સમય લાગ્યો હતો. 


વિજ્ઞાનઃ ડોક્ટરોએ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને બહાર કાઢી ઓપરેશન કર્યું અને ફરી પાછું મુકી દીધું


ટ્રાય કલરમાં બનાવી છે ઘડિયાળ
આ ઘડિયાળની વિશેષતા એ છે કે તેને તેણે દેશના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગમાં રંગી છે. તેની વિશેષતા એ છે કે, માત્ર 15 મિનિટમાં તેને ફોલ્ડ કરીને લઈ જઈ શકાય છે. આ ઘડિયાળનો વ્યાસ 5 ફૂટ 7 ઈંચ છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...