તરૂણ, અગરતલા: એક તરફ જ્યાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને લઇને દેશભરમાં લોકોની અંદર ડર પેદા છે. તો બીજી તરફ ત્રિપુરાની રાજધાની અગરતલાના એક સરકારી કોરોન્ટાઇન સેન્ટરમાં રહેતા કોરોના દર્દીઓને કંઇક એવું કર્યું કે જેને જોઇને તમામ ચોંકી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગરતલાના એક સરકારી કોરોન્ટાઇન સેન્ટરમાં સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોના ધજાગરા ઉડાડતાં અહીં હાજર કોરોનાના દર્દીઓએ કોઇપણ જાતની ચિંતા અને પરવાહ કર્યા વિના લુંગી ડાન્સ કર્યો. એવામાં આ લોકોમાં સંક્રમણ ખતરો વધી ગયો છે. 


લુંગી ડાન્સ કરનાર એક દર્દીઓએ જણાવ્યું કે અહીંયા ત્રિપુરાના અલગ-અલગ જગ્યાએથી લોકો આવીને સારવાર કરાવી રહ્યા છે. સાથે જ તેમણે જણાવ્યું કે અહીં તેમનો સમય ખૂબ સારી રીતે પસાર થઇ રહ્યો છે. ભલે સમય ખરાબ ચાલી રહ્યો હોય. એટલા માટે આ ખરાબ સમયને સારી રીતે વિતાવવા માટે થોડું નાચવા ગાવાનું કરી લીધું. 


એક બીજા દર્દીએ કહ્યું કે બહારથી લોકોને લાગે છે કે અમે લોકો ખોટું કરી રહ્યા છે પરંતુ એવું કંઇપણ નથી. કારણ કે અમે લોકો ચાર રૂમમાં બંધ છીએ. અમારી અંદર પણ એક ઇચ્છા હોય છે કે અમે પણ થોડી મસ્તી કરીએ. એટલા માટે લોકો અહીં ગીત વગાડવું અને નાચવા ગાવાનું કરી રહ્યા છે અને તેનાથી અમારું માઇન્ડ ફ્રેશ રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube