આજકાલ પ્રેમ અને લગ્ન કરવા માટે કોઈ ઉંમર હોતી નથી. લોકોને કોઈ ફરક પડતો નથી કે તેમનો કે તેમની પાર્ટનર કયા ઉંમરની છે, તેમનાથી કેટલી નાની કે મોટી છે. પ્રિયંકા ચોપરાનું જ ઉદાહરણ લઈ લો. નિક જોનસ તેના કરતા 10 વર્ષ નાનો છે. પરંતુ આવા વધુ ગેપવાળા કપલ્સ માટે ચોંકાવનારો સરવે થયો છે. કપલ્સની વચ્ચે વધુ એજ ગેપ તેમની પરિણીત લાઈફને અસર કરે છે. ખુલાસો થયો છે કે, આવા કપલ્સની વચ્ચે ડિવોર્સની શક્યતા વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહે છે રિસર્ચ
એટલાન્ટા સ્થિત ઈમોરી યુનિવર્સિટીમાં એક રિસર્ચ થયું છે. 3000 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. લગ્નને લાંબું ચલાવવા માટે કપલ્સની વચ્ચે એજ ગેપ કેટલું હોવું જોઈએ તે વિશે આ રિસર્ચ થયું હતું. આ રિસર્ચમાં ડિવોર્સ, રિલેશનશિપ અને બાળકો સાથે જોડાયેલ ફેક્ટ્સનો પણ ખુલાસો થયો છે. 


રિસર્ચ કહે છે કે, જે કપલ્સની વચ્ચે ઉંમરનું અંતર વધુ છે, તેમનામાં ડિવોર્સ લેવાની શક્યતા 18 ટકા હોય છે. કપલ્સની વચ્ચે એજ ગેપ 10 વર્ષ કે તેથી વધુ હોય તો ડિવોર્સ લઈને અલગ થવાની શક્યતાઓ 39 ટકા સુધી વધી જાય છે. અને જો ઉંમરનો તફાવત 20 વર્ષથી વધુ હોય તો આ શક્યતા 95 ટકા સુધી વધી જતી હોય છે. રિસર્ચર્સે જાણ્યું કે, વધુ એજ ગેપવાળા કપલ્સને સંતાનો પણ થતા નથી. 


કેટલી એજ ગેપ યોગ્ય
રિસર્ચનું કહેવું છે કે, જો તમારે સક્સેસફુલ મેરિડ લાઈફ જીવવી હોય તો તમારા પાર્ટનર અને તમારા વચ્ચે માત્ર 1 વર્ષનું અંતર રાખો. એક વર્ષથી વધુનું અંતર ન રાખવું. 


જોકે, આ રિસર્ચનુ બીજુ પાસુ એ પણ છે કે, વધુ એજ ગેપવાળા કપલ્સ જો 10 વર્ષથી વધુ સમય સાથે રહી લે તો તેમના ડિવોર્સ લઈને અલગ રહેવાની શક્યતા 94 ટકા ઓછી થઈ જાય છે.