Agnipath Scheme: મોદી સરકારના 2 મંત્રી `અગ્નિપથ` ના બચાવમાં ઉતર્યા, અમિત શાહે ગણાવ્યા ફાયદા
Agnipath Scheme: સેનામાં ભરતીની અગ્નિપથ યોજનાનો એકબાજુ જ્યાં બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં યુવાઓ વિરોધ કરી રહ્યા છે ત્યાં તેના બચાવમાં મંત્રીમંડળના બે દિગ્ગજ મંત્રીઓ સામે આવ્યા છે.
Agnipath Scheme: સેનામાં ભરતીની અગ્નિપથ યોજનાનો એકબાજુ જ્યાં બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં યુવાઓ વિરોધ કરી રહ્યા છે ત્યાં તેના બચાવમાં મંત્રીમંડળના બે દિગ્ગજ મંત્રીઓ સામે આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અગ્નિપથ યોજનાનો બચાવ કર્યો છે. આ સાથે જ યુવા દેખાવકારોને શાંતિની અપીલ પણ કરી છે. રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિપથ યોજના અંગેનો નિર્ણય યુવાઓના ભવિષ્યને લઈને થયો છે. યુવા સેનામાં ભરતીની તૈયારી કરે. સરકાર જલદી ભરતી પ્રક્રિયા શરૂ કરશે.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં સેનામાં યુવાઓને ભરતી થવાની તક મળી નહતી. આથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગ્નિવીરોની ભરતીની ઉંમર મર્યાદા આ વખતે 21થી 23 વર્ષ કરી છે. આ એકવાર મળેલી છૂટ છે. જેનાથી અનેક યુવાઓને અગ્નિવીર બનવાની યોગ્યતા મળી જશે. રાજનાથ સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારે યુવાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ યોજના ઘડી છે. યુવા હિંસક પ્રદર્શન છોડીને શાંતિમાં સહયોગ કરે.
Agnipath Scheme: સરકારે વર્ષ 2022માં ભરતી માટે ઉંમર મર્યાદા વધારી, હવે 23 વર્ષ સુધીના યુવાઓ કરી શકશે અરજી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube