નવી દિલ્હીઃ અગ્નિપથ સ્કીમ પર ચાલી રહેલી બબાલ વચ્ચે આજે ત્રણેય સેનાઓ તરફથી ફરી પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. મિલિટ્રી અફેયર્સના અધિક સચિવ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરીએ ઘણા પ્રકારની આશંકાને નકારતા કહ્યુ કે જો અગ્નિવીર ક્યાંય લડાઈ લડશે તો તેને પરમવીર ચક્ર પણ મળશે. તેને કોઈ રીતે અલગ રાખવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે અમે દેશભક્તિની તક આપી રહ્યાં છીએ. અગ્નિપથ ટેલેન્ટને આકર્ષિત કરવાની યોજના છે, જેનાથી સેનાને બેસ્ટ મળે. સેના માટે કામ કરવું એ જુસ્સો છે,  નોકરીની જોગવાઈ નથી. તેમણે ચીન, અમેરિકા અને ઇઝરાયલનું ઉદાહરણ આપતા જણાવ્યું કે મિલિટ્રી સર્વિસ કેટલા વર્ષની હોય છે, કઈ રીતે તાલિમ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેફ્ટિનેન્ટ જનરલ પુરીએ જણાવ્યું કે હાલમાં જોવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ યુવાઓએ ફરી ફિઝિકલ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે અમે લોકો સોલ્જરના પ્રોફેશનમાં છીએ. આ દેશની સૌથી મોટી સંપત્તિ છે અને અમે જે સોલ્યૂશન જણાવશું તે દેશની રક્ષા માટે હશે. જે પણ સોલ્યૂશન બનશે તેમાં ત્રણ વસ્તુ હશે- તે દેશની રક્ષા, યુથ અને સોલ્જર પર કેન્દ્રીત હશે. 


આ પણ વાંચોઃ અગ્નિપથ માત્ર એક યોજના નથી... NSA અજીત ડોભાલે સમજાવી અગ્નિવીરની તમામ વાત


1989માં કમિટીએ કરી હતી ભલામણ
અગ્નિવીર કેમ? તે સમજાવતા તેમણે કહ્યું કે અરૂણ સિંહ કમિટીએ 1989માં કારગિલ રિવ્યૂ કમિટી 2000માં, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે 2001માં, છઠ્ઠા પે કમિશને 2006માં અને 2016માં શેકતકર કમિટીએ ઘણી વસ્તુ સ્પષ્ટ રૂપથી કહી છે. 1989માં બનેલી કમિટીએ કહ્યું હતું કે આપણે જવાનોની ઉંમર અને તેને કમાન્ડ કરનારની ઉંમર ઓછી કરવાની જરૂર છે. કમિટીઓએ રક્ષા સુધારા, સીડીએસની તૈનાતી, ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી, આધુનિકિકરણ વગેરે વસ્તુની ભલામણ કરી હતી. તેમાંથી કેટલાક કામ થયા છે. તેમાંથી એક છે કમાન્ડિંગ ઓફિસર અને સોલ્જરની યંગ પ્રોફાઇલ કરવાની જરૂરીયાત હતી. કમાન્ડિંગ ઓફિસર માટે કામ થઈ ચુક્યુ છે હવે સૈનિકોનો વારો છે. 


અમેરિકા અને ચીનમાં શું છે પ્રક્રિયા
સેનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં 8 વર્ષની નિમણૂક થાય છે, જેમાં 4 વર્ષ એક્ટિવ અને 4 વર્ષ રિઝર્વ હોય છે. 10 સપ્તાહની ટ્રેનિંગ અને એવરેજ ઉંમર 27 વર્ષ રાખવામાં આવી છે. યુકેમાં 16 વર્ષની ઉંમર રાખવામાં આવી છે. ત્યાં એન્ગેજમેન્ટ 12 વર્ષનું હોય છે. ચીનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે conscript soldiers (ફરજીયાત મિલિટ્રી સર્વિસ) ના કેસમાં 18 વર્ષની ઉંમરમાં 2 વર્ષનું એન્ગેજમેન્ટ હોય છે. 6 મહિનાની ટ્રેનિંગ હોય છે. આ બધુ જણાવતા પુરીએ કહ્યુ કે, અમે બહારના દેશોથી કોપી-પેસ્ટ ન કરી શકીએ. ભારતની સમસ્યાનું સમાધાન પણ ભારત પ્રમાણે થશે. 


પુરીએ જણાવ્યું કે અમે દર વર્ષે ઘણા દેશોની સાથે આશરે 100 દ્વિપક્ષીય અભ્યાસ કરીએ છીએ. તેની સાથે અમે સમજ્યું કે તેની ઉંમર અને એન્ગેજમેન્ટ પીરિયડ શું છે. તેમાં એવરેજ ઉંમર 26-27 વર્ષ, એન્ગેજમેન્ટ પીરિયડ 2થી 4 વર્ષ અને ટ્રેનિંગ 3થી 6 મહિના સુધીની જાણવા મળી છે. 


આ પણ વાંચોઃ Presidential Election 2022: વિપક્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિન્હાને બનાવ્યા ઉમેદવાર


કલાકો સુધી ચાલ્યું મંથન
અગ્નિપથ સ્કીમ લોન્ચ કરતા પહેલા સેનાના સ્તર પર ખુબ મંથન થયું હતું. પુરીએ કહ્યું કે તમામ હિતધારકો સાથે સેવાઓના સ્તર પર 150 મીટિંગ્સ અને 500 કલાકોની ચર્ચા થઈ. રક્ષા મંત્રાલય સ્તર પર 44 બેઠકો થઈ અને 100 કલાક સુધી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે લોન્ચિંગના સમયની જ્યાં સુધી વાત છે તો અમે 1990માં જ લોન્ચ કરી દેત પરંતુ મંથનમાં સમય લાગ્યો. છેલ્લા બે વર્ષમાં અમને તક મળી અને કોરોનાને કારણે ભરતી પ્રક્રિયા ન થઈ અને આને લોન્ચ કરવાનો અવસર મળી ગયો. તેનો ઇરાદો હતો કે ઓછામાં ઓછા લોકોને મુશ્કેલી પડે. 


એક જગ્યા માટે 50 લોકો આવે છે
તેમણે જણાવ્યું કે ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે નહીં. ઓલ ઈન્ડિયા, ઓલ ક્લાસમાં કોઈ ફેરફાર થયો નથી. રેજિમેન્ટની પ્રક્રિયામાં પણ ફેરફાર થશે નહીં. તેમણે કહ્યું કે, આજે ભરતી થવા માટે એક વેકેન્સી  માટે 50થી 60 લોકો આવે છે, એક સિલેક્ટ થાય છે તો 49થી 59 પરત જાય છે. અમારે જરૂર છે કે અમે દેશ માટે બેસ્ટ લઈએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube