આગરા : ડેનમાર્કના વડાપ્રધાન લાર્સ લોએકે રાસમુસેન શનિવારે સાંજે આગરા પહોંચ્યા હતા. જ્યાં રાત્રે આરામ કર્યા બાદ રાસમુસેન સવારે પહેલી કિરણ સાથે જ તાજનો નજારો જોવા માટે પહોંચ્યા હતા. રાસમુસેન અહીં પોતાની પત્ની સોલરુન રોસ્મુસેન સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાની પત્ની સાથે તાજનો નરાજો માણ્યો હતો. બીજી તરફ ડેનમાર્કનાં વડાપ્રધાનનાં આગમનને જોતા આગરામાં શનિવારથી જ સુરક્ષા વ્યવસ્થા પણ ખુબ જ કડક કરી દેવામાં આવી હતી. શહેરમાં દરેક તરફ પોલીસની પહેરેદારી હતી અને તમામ આવતા જતા વાહનો પર કડક નજર રાખવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની સોલરુન રોસ્મુસેનની સાથે ફોટો પડાવતા ડેનમાર્કનાં વડાપ્રધાન લાર્સ લોએકે રાસમુસેન


અત્રે ઉલ્લેખનીય છે કે, આગરામાં પર્યટકોની ખુબ જ ભીડ રહે છે, જેના કારણે રવિવારે ડેનમાર્કના વડાપ્રધાન અને તેમની પત્નીની સુરક્ષા અને વધતી ભીડને ધ્યાને રાખી સામાન્ય પર્યટકો માટે 07.45 વાગ્યાથી તાજ મહેલ ફરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, વીવીઆઇપી આવવાનાં કારણે આગરાના સ્મારકો પર પર્યટકોનાં ટોળા પણ સતત વધતા જાય છે, જેના કારણે તંત્રએ સામાન્ય નાગરિકો માટે તાજમહેલને થોડા સમય સુધી બંધ રાખવા માટેનો નિર્ણય લીધો છે. 


વીવીઆઇપી આવવાનાં કારણે અહીં પર્યટકો અને સામાન્ય નાગરિકોની લાઇન વધારે લાંબી થતી જાય છે, જેના કારણે અનેક વખત પરિસ્થિતી બેકાબુ પણ થઇ રહી છે. 

આ જ કારણ છે કે ડેનમાર્કના વડાપ્રધાન લાર્સ લોએકે રાસમુસેન અને તેની પત્ની આવવાનાં કારણે સામાન્ય નાગરિકો માટે તાજમહેલ જોવા પર થોડા સમય માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે સામાન્ય સહેલાણીઓ માટે તાજમહેલનાં દરવાજા સવારે 07.45 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા હતા.