લખનઉઃ ઘરના આંગણે નવી વહુનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. પુત્રના લગ્ન બાદ પુત્રવધૂ ઘરે આવતાં ખુશીનો માહોલ હતો. વરરાજાની માતા અને બહેનો ખૂબ જ ખુશ હતા. પરંતુ બીજા જ દિવસે દુલ્હનના મોતથી પરિવારની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી. જ્યાં થોડા સમય પહેલા ખુશીનો માહોલ હતો ત્યાં બધા ગમમાં ડુબી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27 ફેબ્રુઆરીએ લીધા સાત ફેરા
આગરાના ફતેહપુર સીકરી ગામના મોહલ્લા મહાદેવ ગલીમાં લગ્ન બાદ દુલ્હનના ઘરે આવ્યાના બીજા દિવસે તેના મોતના સમાચારથી બધા ચોંકી ગયા. લગ્ન 26 ફેબ્રુઆરીએ થયા હતા. ગામની મહાદેવ ગલીના નિવાસી રાજૂ પુત્ર બલ્લનની જાન આગરાના ધૂલિયા ગંજ ગઈ હતી. જ્યાં પર સોનિયા પુત્રી મુન્નાલાલની સાથે સાત ફેરા લીધા હતા. લગ્નના બંધનમાં બંધ્યા બાદ આગામી દિવસે રામૂ પોતાની દુલ્હનને ખુશી સાથે 27 ફેબ્રુઆરીએ પોતાના ઘરે લાવ્યો હતો. 


નવી વહુના આગમન બાદ ઘરમાં ખુશીનો માહોલ હતો. મંગલ ગીત ગાવામાં આવી રહ્યાં હતા. જે સંબંધીઓ આવ્યા હતા, તે વહુનું મોઢુ જોયા બાદ ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યાં હતા. આ વચ્ચે કન્યાની તબીયત અચાનક બગડી ગઈ હતી. 


આ પણ વાંચોઃ આ રાજ્ય બનાવશે 3000 મંદિર, કહ્યું- હિન્દુ ધર્મની રક્ષા માટે આ કામ જરૂરી


સોનિયાની તબીયત બગડ્યા બાદ સસરા પક્ષના લોકો તેને લઈને ભરતપુરની આરબીએમ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હજુ લગ્ન કરીને આવેલી કન્યાના નિધનના સમાચારથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 


બીજી તરફ જ્યારે આ સમાચાર માતા-પિતાને મળતાં તેઓ દીકરીના મોતથી ગભરાઈ ગયા હતા. માહિતી મળતાં જ દુલ્હનનો ભાઈ કરણ કુમાર અને અન્ય મામા પક્ષના લોકો સિકરી પહોંચી ગયા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.


માતા-પિતાએ જણાવ્યું કે તે પહેલાથી જ બીમાર હતી. આગ્રામાં ડોક્ટર પાસે તેની સારવાર ચાલી રહી હતી. આ અંગે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દુલ્હનના મૃતદેહને મોડી રાત્રે તેના સાસરે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube