જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક..... હત્યાનું તે રાઝ ચોકાવી દેશે
UP Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સમાચાર મળ્યા હતા કે શહેરના નિકોલ વિસ્તારમાં રાજકુમાર ચૌધરી નામનો એક વ્યક્તિ ખોટી ઓળખની સાથે રહેતો હતો. પોલીસે જાળ બીછાવી તેની ધરપકડ કરી તો એક મોટુ રાઝ ખુલી ગયું. એવું રાઝ જેના તાર ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લા સાથે જોડાયેલા છે.
નવી દિલ્હી/અમદાવાદઃ તારીખ હતી 31 જુલાઈ 2006... ઉત્તરપ્રદેશની આગ્રા પોલીસને સમાચાર મળે છે કે લાલ કિલ્લાની પાસે વીજળીના થાંભલા સાથે એક કાર ટકરાય છે. ટક્કર બાદ કારમાં આગ લાગી જાય છે અને તેની અંદર બેઠેલો યુવક સળગીને મૃત્યુ પામે છે. આગ્રા પોલીસ કેસ દાખલ કરે છે અને ગાડી નંબરથી ખબર પડે છે કે જેનું મોત થયું, તે નોઇડાના દનકૌરમાં ભટ્ટા પારસોલ વિસ્તારમાં રહે છે. પોલીસ તેના પરિવારજનોને સમાચાર આપે છે અને સરકારી કાર્યવાહી પૂરી થયા બાદ પરિવારજનોને લાશ સોંપી દેવામાં આવે છે. પરિવારજનો પોતાના ગામમાં આવી લાશના અંતિમ સંસ્કાર કરી નાખે છે.
જેનું મોત થયું તેનું નામ હતું અનિલ ચૌધરી. ઉંમર લગભગ 20 વર્ષ હતી. અનિલના નામ પર ભારતીય જીવન વીમા નિગમની 20 લાખ રૂપિયાની એક પોલિસી ગતી. આ પોલિસીમાં એક કંડિશન હતી કે જો પોલિસી ધારકનું મોત અકસ્માતમાં થાય છે તો તેને વીમા રકમથી 4 ગણી રકમ મળશે. અનિલના મોત બાદ વીમાની રકમ તરીકે 80 લાખ રૂપિયા તેના પિતા વિજય પાલ ચૌધરીને મળી જાય છે. ધીમે-ધીમે આ ઘટનાને 17 વર્ષ વીતી જાય છે અને ત્યારે મામલામાં એક નવો વળાંક આવે છે.
રાઝ ખુલ્યું તો ચોકી ગયા પોલીસના ઉચ્ચ અધિકારીઓ
હકીકતમાં ગુજરાતના અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને પોતાના બાતમીદારો પાસેથી માહિતી મળે છે કે શહેરના નિકોલ વિસ્તારમાં રાજકુમાર ચૌધરી નામનો એક વ્યક્તિ ખોટા નામ અને ઓળખાણ સાથે રહે છે. કોઈ મોટા ષડયંત્રની આશંકા હેઠળ નવેમ્બર 2023માં પોલીસ આ રાજકુમાર ચૌધરીની ધરપકડ કરી લે છે અને પોલીસ સ્ટેશન લઈ જઈ તપાસ કરે છે તો એક એવા રાઝનો ખુલાસો થાય છે જેને સાંભળી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચોકી જાય છે. જે રાજકુમાર ચૌધરીની પોલીસે ધરપકડ કરી, તે કોઈ અન્ય નહીં પરંતુ અનિલ ચૌધરી નિકળે છે, જેનું 17 વર્ષ પહેલા આગ્રામાં કાર અકસ્માતમાં મોત થઈ ગયું હતું. હવે મોટો સવાલ થાય છે કે આ યુવક અનિલ ચૌધરી છે તો પછી તે કોણ હતો જેનું મોત તે કાર દુર્ઘટનામાં સળગીને થઈ ગયું હતું?
વિજય પાલે તૈયાર કર્યો હતો ખતરનાક પ્લાન
અનિલની પૂછપરછ થાય છે તો સમગ્ર કહાની સામે આવે છે. આ કહાનીની શરૂઆત થાય છે વર્ષ 2004થી, જ્યારે ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરનાર અનિલના પિતા વિજય પાલ ચૌધરીને કામમાં ભારે નુકસાન થાય છે. નુકસાનમાંથી બહાર આવવા માટે વિજય પાલ પોતાના પુત્ર અનિલ અને બે મિત્રો અભય સિંહ અને રામવીરની સાથે મળી એક ષડયંત્ર રચે છે. વિજય પાલ પોતાના પુત્ર અનિલના નામે એક જીવન વીમા પોલિસી લે છે. આ પ્લાન એવો હતો કે પહેલા અનિલ જેવા દેખાતા કદ કાઠીવાળા વ્યક્તિને શોધવાનો અને અનિલની જગ્યાએ તેની હત્યા કરી વીમાની રકમ હાસિલ કરવામાં આવશે.
ભિખારીનું અપહરણ કર્યું અને સળગાવી મારી નાખ્યો
આ વર્ષે અનિલ એક કાર ખરીદે છે અને પોતાના જેવા દેખાતા વ્યક્તિને શોધવામાં લાગી જાય છે. તેની આ શોધ પૂરી થાય છે ઉત્તર પ્રદેશના આગ્રા શહેર પહોંચીને, જ્યાં તેને માનસિક રૂપથી વિકૃત એક ભિખારી મળે છે. ભિખારીની કદ કાઠી અનિલ જેવી હતી. અનિલ તેને ભોજન કરાવવાની લાલચ આપી ગાડીમાં બેસાડે છે અને પછી ઝેર આપી તેની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારબાદ હત્યાને દુર્ઘટનામાં ખપાવવા માટે ગાડીને લાઇટના થાંભલા સામે ટકરાવી તેની ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી દે છે.
લગ્ન કરી અમદાવાદમાં વસી ગયો અનિલ
બધુ પ્લાન પ્રમાણે થાય છે અને વીમાની રકમ અનિલના પિતા વિજય પાલને મળી જાય છે. અહીંથી અનિલ ગુજરાત નિકળે છે અને અમદાવાદમાં રાજકુમાર ચૌધરી બની રહેવા લાગે છે. તે એક ઓટો રિક્ષા ભાડા પર લે છે અને અહીં વસી જાય છે. થોડો સમય પસાર થાય છે તો અનિલ એક કાર ખરીદે છે અને તેને ટેક્સી તરીકે ચલાવવા લાગે છે. વર્ષ 2014માં પાડોશમાં રહેતી એક યુવતી સાથે તેને પ્રેમ થઈ જાય છે અને તે લગ્ન કરી લે છે. બીજીતરફ વિજય પાલને વીમાની રકમ મળી જાય છે અને અનિલની નવી જિંદગી શરૂ થઈ જાય છે.
પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના શિકંજામાં ફસાતા બાદ-દીકરાના રાઝનો પર્દાફાશ થાય છે. આ મામલાની શરૂઆતી કાર્યવાહી બાદ અમદાવાદ પોલીસે અનિલ ચૌધરીને આગ્રા પોલીસને સોંપી દીધો છે. તો 27 જૂને કેસના ત્રીજા આરોપી રામવીરની પણ ધરપકડ થઈ છે. જ્યારે ચોથા આરોપી અભય સિંહનું મૃત્યુ થઈ ચૂક્યું છે.