આગરામાં કોરોના દર્દીઓની સંખ્યા 360ને પાર, પોલીસ લાઇનનો રસોયો પોઝિટિવ આવતા હડકંપ
ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બની ચુકેલા આગરામાં Covid 19 દર્દીઓની સંખ્યા 360ને પાર પહોંચી ચુકી છે. સ્થઇતી દિન પ્રતિદિન બેકાબુ થઇ રહી છે. આગરામાં કોરોના વાયરસનાં કમ્યુનિટી સ્પેડનો ખતરો જોવા મળી રહ્યો છે. આ તરફ આગરા પોલીસ લાઇનમાં ખાવાનું બનાવનારા રસોયાનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
આગરા : ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બની ચુકેલા આગરામાં Covid 19 દર્દીઓની સંખ્યા 360ને પાર પહોંચી ચુકી છે. સ્થઇતી દિન પ્રતિદિન બેકાબુ થઇ રહી છે. આગરામાં કોરોના વાયરસનાં કમ્યુનિટી સ્પેડનો ખતરો જોવા મળી રહ્યો છે. આ તરફ આગરા પોલીસ લાઇનમાં ખાવાનું બનાવનારા રસોયાનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
આગર એસપી સિટી બોત્રે રોહન પ્રમોદે ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ફોલોઅર પોલી લાઇનમાં આશરે 90 સ્ટાફનાં સભ્યો માટે ભોજન બનાવતો હતો. આ તમામ પોલીસ કર્મચારીઓને પોલીસ લાઇનમાં જ ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા છે. એસપીના અનુસાર ફોલોઅરના કોન્ટેક્ટમાં આવનારા તમામ પોલીસ કર્મચારીઓને સેમ્પલ કોવિડ 19 ટેસ્ટ માટે મોકલી દેવામાં આવશે. કોન્ટેક્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આગરામાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
ગત્ત શુક્રવારે સાંજ સુધીમાં 13 નવા કેસ સાથે આગરામાં કોરોના દર્દીઓની સંખ્યા 348 પહોંચી ચુકી છે. શનિવારે સવારે 12 નવા કેસ રિપોર્ટ થયા અને સંખ્યા વધીને 360 પર પહોંચી ચુકી છે. આગરામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે 30 દર્દીઓ સાજા થઇને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube