નવી દિલ્હી: ચીન અને માલદીવ વચ્ચે હિંદ મહાસાગરમાં વેધશાળા બનાવવાનો કરાર તૂટી શકે છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના નેતૃત્વમાં માલદીવ ચીનની નજીક આવ્યું હતું, તે દરમિયાન ચીન દ્વારા વેધશાળા બનાવવાની સંભાવના અને કરાર થવાની વાત સામે આવી હતી. જો કે સત્તા બદલાતા અને રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહે પદ ગ્રહણ કર્યા બાદ આ સંબંધમાં ફરીથી ખટાશ આવી ગઈ છે કારણ કે માલદીવ હવે ફરીથી ભારત સાથે સંબંધ મજબુત કરતું જોવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સ્થાનિક સરકારના સૂત્રોએ જણાવ્યું કે વર્ષ 2017માં યામીને ચીનની સાથે 'પ્રોટોકોલ ઓન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જોઈન્ટ ઓશન ઓબ્ઝર્વેશન સ્ટેશન બીટવીન ચાઈના એન્ડ માલદીવ્સ' નામનો કરાર કર્યો હતો. આ કરાર ચીનને ઉત્તરમાં માલદીવના મકુનુધુમાં એક વેધશાળા બનાવવાની મંજૂરી આપવા માટે હતો. જેને  લઈને ભારતની સુરક્ષા મુદ્દે ચિંતા વધી ગઈ હતી. જો કે હવે આ કરાર પર ચર્ચા બંધ છે. 


જો આ કરાર થાત તો ચીનીઓને હિંદ મહાસાગરના મહત્વપૂર્ણ રસ્તા પર અતિ મહત્વનો અડ્ડો મળી જાત જેના દ્વારા અનેક વેપારી અને અન્ય જહાજોની અવરજવર થાય છે. તે ભારતની સમુદ્રી સીમાની ખુબ નજીક હોત અને માલદીવ સાથેના સંબંધોને ધ્યાનમાં લેતા તે ખુબ પડકારભર્યુ સાબિત થાત. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...