Farmers Protest: `સરકાર કૃષિ કાયદાને રદ્દ કરશે નહીં`, કૃષિ મંત્રીએ કહ્યું - ખેડૂતો સાથે જોગવાઈઓ અંગે ચર્ચા કરવા તૈયાર
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને આંદોલન પરત લેવા અને વાતચીત કરવાની અપીલ કરી છે. કિસાનોનું આંદોલન પાછલા વર્ષે 26 નવેમ્બરે શરૂ થયું હતું અને હવે કોરોના વાયરસ મહામારી છતાં સાત મહિના પૂરા થઈ ચુક્યા છે.
નવી દિલ્હીઃ farmers Protest: કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ કિસાન આંદોલનના સાત મહિના પૂરા થઈ ચુક્યા છે અને કિસાનોનો હાલ આંદોલન સમાપ્ત કરવાનો કોઈ ઇરાદો નથી. તેવામાં એકવાર ફરી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને અપીલ કરતા ત્રણેય કાયદાની જોગવાઈઓ પર વાર્તા શરૂ કરવાની રજૂઆત કરી છે. પરંતુ કૃષિ મંત્રીએ એકવાર ફરી સ્પષ્ટ કર્યું કે, સરકાર કાયદાને રદ્દ કરશે નહીં. ગુરૂવારે કૃષિ મંત્રી તોમરે કહ્યુ, 'અમે કિસાન યુનિયનને કહ્યું છે કે સરકાર કાયદાને રદ્દ કરવા સિવાય કૃષિ કાયદાની જોગવાઈઓ પર ચર્ચા માટે તૈયાર છે.'
મહત્વનું છે કે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા કિસાન નેતા પોતાની માંગ પર અડગ છે અને તેમણે કહ્યું કે, વિરોધ પ્રદર્શન ત્યારે સમાપ્ત થશે જ્યારે સરકાર ત્રણેય નવા કૃષિ કાયદાને પરત લેશે. પરંતુ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને આંદોલન પરત લેવા અને વાતચીત કરવાની અપીલ કરી છે. કિસાનોનું આંદોલન પાછલા વર્ષે 26 નવેમ્બરે શરૂ થયું હતું અને હવે કોરોના વાયરસ મહામારી છતાં સાત મહિના પૂરા થઈ ચુક્યા છે.
આ પણ વાંચોઃ National Doctors Day: પ્રધાનમંત્રીએ ડોક્ટરોની પ્રશંસા કરી, ગણાવ્યા દેશના ફ્રંટલાઇન સૈનિક
આ પહેલા 26 જૂને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાન આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરતા ત્રણ કાદાની જોગવાઈઓ પર વાર્તા શરૂ કરવાની રજૂ કરી હતી. દિલ્હીની સરહદો પર આશરે 40 કિલાન સંગઠન 'સંયુક્ત કિસાન મોર્ચા' ના બેનર હેઠળ પ્રદર્શન કરી રહ્યાં છે.
કાયદા પર વિરોધ સમાપ્ત કરવા માટે સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે અત્યાર સુધી 11 તબક્કાની વાતચીત થઈ ચુકી છે. છેલ્લા બન્ને પક્ષ વચ્ચે 22 જાન્યુઆરીએ ચર્ચા થઈ હતી. ત્યારબાદ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં પ્રદર્શનકારી કિસાનોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા ફેલાયા બાદ ફરી વાર્તા શરૂ થઈ શકી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube