નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેંડ મુદ્દે વચેટિયાની ભુમિકા નિભાવનારા ક્રિશ્ચિયન મિશેલને 5 દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ મિશેલનાં વકીલ અલ્જોનાં જોસેફ મુદ્દે હોબાળો મચી ચુક્યો છે. જોસેફ યુથ કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટનાં નેશનલ ઇન્ચાર્જ છે. યૂથ કોંગ્રેસે તેમને કાઢી નાખ્યા છે. આ અગાઉ એક ચેનલ સાથેની વાતચીતમાં અલ્જો જોસેફે જણાવ્યું હતું કે, મારુ પ્રોફેશન છે, હું મારૂ કામ કરી રહ્યું છે. હું સુપ્રીમ કોર્ટનો વકીલ છું, જેટલી સાહેબ પણ આ પ્રકારે અલગ અલગ લોકોનાં કેસ લડે છે. દુબઇ અને ઇટાલીથી મિશેલનાં વકીલોએ મારો સંપર્ક કર્યો હતો અને ત્યારે મે કેસ લડવાની તૈયારી દર્શાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુલંદ શહેર હિંસા: VHPએ કહ્યું ગૌહત્યા રોકવામાં પોલીસ રહી નિષ્ફળ...

જેટલી સાહેબ પણ અનેક કેસ લડે છે.
તેમણે કહ્યું કે, હું યૂથ કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટનો કોઓર્ડિનેટર છું, પરંતુ આ મારૂ પ્રોફેશન છે. તેમાં કોંગ્રેસને કોઇ જ લેવા દેવા નથી. હું મારી નોકરી કરી રહ્યો છું. આ મારુ પ્રોફેશનલ છે. પ્રોફેશનલ કામ કરવા માટે ભાજપ આટલો હોબાળો શા માટે કરી રહ્યું છે? જેટલી સાહેબ તો ખુબ જ લોકો માટે અપીલ કરે છે. 


બુલંદ શહેરકાંડ બાદ યોગીએ ગૌહત્યા મુદ્દે આપ્યા કડક કાર્યવાહીનાં આદેશ, તંત્ર દોડતું થયું...

મારી પાસે કોઇ બિઝનેસ નહી
અલ્જો જોસેફે કહ્યું કે, આ મારી બ્રેડ બટર છે. મારી પાસે કોઇ બિઝનેસ નથી. હું દિલ્હીમાં કેરળથી આવ્યો છું. હું અહીં પ્રેક્ટિસ કરી રહ્યો છું. મિશલનાં પ્રત્યાર્પણ અંગે તેમણે કહ્યું કે, અત્યાર સુધી મને પેપર નથી મળ્યું એટલા માટે હું હાલ કોઇ ટિપ્પણી કરી શકું નહી. મે આદેશની માંગ કરી છે. તેમણે કહ્યું કે, કાલે સવારે મને પેપર મળશે. ત્યાર બાદ જ કેસને બીજી વખત જોઇને આ અંગે કોઇ કોમેન્ટ કરી શકે છે. 


આયુર્વેદનો ચમત્કાર!: ડાયાબિટીસ અને કેંસર માટે રામબાણ ઇલાજ છે 'કાળાઘઉં'...

રાજદારને બચાવવા નિકળ્યા નામદારનાં નેતા
આ મુદ્દે ભાજપે અલ્જોનાં જોસેફ પર સવાલ ઉઠાવ્યો છે. દિલ્હી ભાજપના પ્રવક્તા અશોક ગોયલે ટ્વીટ કરતા લખ્યું કે, રહસ્યને છુપાવવા માટે નામદારે પોતાનાં નેતા અલ્જો જોસેફને જવાબદારી સોંપી છે. જેને હવે નામદારને બચાવવાનાં છે.