અગસ્તા વેસ્ટલેંડ ગોટાળા મુદ્દે મિશેલની જામીન અરજીનો ચુકાદો 22મી ડિસેમ્બરે
મિશેલનાં વકીલ અલજો જોસેફે કોર્ટને કહ્યું કે, તેમનાં મુવક્કીલ ઘણા સમયથી સીબીઆઇની તપાસમાં સહયોગ કરતા રહ્યા છે માટે તેમને જામીન મળવા જોઇએ
નવી દિલ્હી : અગસ્તા વેસ્લટેન્ડ મુદ્દે વચેટિયાની ભુમિકા નિભાવનારા ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી અંગે પટિયાલા હાઉસ કોર્ટમાં બુધવારે સુનવણી દરમિયાન સીબીઆઇએ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે, આ મુદ્દે તપાસ ચાલી રહી છે, જેથી મિશેલને જામીન ન આપવામાં આવવો જોઇએ. જો મિશેલ જેલતી બહાર જશે તો તપાસ પ્રભાવિત થઇ શકે છે. સીબીઆઇની તરફથી કોર્ટમાં તે પણ તેની ઘણી પહોંચ છે અને તે ખુબ જ પ્રભાવિત વ્યક્તિ છે, જેથી તેઓ પુરાવાઓનો નાશ કરી શકે છે. તે પ્રત્યાર્પણ પહેલા દુબઇ દ્વારા ભાગવાની ફિરાકમાં હતો. કોર્ટે મિશેલની જામીન અરજી પર 22 ડિસેમ્બર સુદી પોતાનો ચુકાદો સુરક્ષીત રાખી લીધો છે.
બીજી તરફ મિશેલનાં વકીલ અલજો જોસેફે કોર્ટમાં કહ્યું કે, તેમના મુવક્કીલ ઘણા લાંબા સમયથી સીબીઆઇની તપાસમાં સહયોગ કરતા આવ્યા છે. જેથી તેમને જામીન મળવા જોઇએ. વકીલે આગળ કહ્યું કે, દુબઇમાં મિશેલ પહેલા જ 5 મહિનાની કસ્ટડીમાં રહી ચુક્યા છે હવે ભારતમાં તેમને કસ્ટડીમાં રાખી શકાય નહી કારણ કે આ મુદ્દે અન્ય આરોપીઓને જામીન મળી ચુક્યા છે.
મિશેલનાં વકીલે કોર્ટને કહ્યું કે, સીબીઆઇ મિશેલથી દુબઇ પાંચ વખત જ્યારે દિલ્હીમાં 15ની પુછપરછ કરી ચુકી છે. તે અગાઉ પુછપરછની જરૂર નથી. તેમણે કોર્ટને તેમ પણ કહ્યું કે, મિશેલ ડિસ્લેક્સિયા બિમારીથી પીડિત છે. જેથી તેને જામીન મળવા જોઇએ. સાથે જ વકીલે કોર્ટને કહ્યું કે, મિશેલ સાથે સીબીઆઇ દ્વારા કર્સીવ રાઇટિંગમાં લખવા માટે કહેવામાં આવી રહ્યું છે.