નવી દિલ્હી: ગત ચોમાસામાં વરસાદ ઓછો થવાના લીધે આગામી મહિનાઓમાં દેશના ઘણા ભાગમાં જળ સંકટ મંડરાઇ રહ્યું છે. હજુ ગરમીની શરૂઆત થઇ છે. આગામી મહિનાઓમાં ભયંકર ગરમી પડશે. ગત ઓક્ટોબરથી માર્ચ 2018 સુધી હવામાન વિભાગના આંકડા જોઇએ તો દેશના કેટલાક ભાગમાં આગામી મહિનામાં પડનારી ભીષણ ગરમીથી ઉત્પન્ન થયેલા દુકાળની હાલાત ભયાનક જોવા મળી રહી છે. હવામાન વિભાગના આંકડા અનુસાર વર્ષ 2017થી વરસાદની સ્થિતિ સંતોષજનક ન રહી. હાલાત એ છે કે 404 જિલ્લામાં દુકાળની સ્થિતિ સર્જાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભયંકર દુકાળની કેટેગરીમાં 140 જિલ્લા
હવામાન વિભાગના અનુસાર 404 જિલ્લામાંથી 140 જિલ્લામાં ઓક્ટોબર 2017 થી માર્ચ 2018 ના સમયગાળામાં અત્યંત દુકાળ જાહેર કરવામાં આવ્યો છે. 109 જિલ્લામાં સામાન્ય દુકાળ, જ્યારે 156 જિલ્લામાં સામાન્ય દુકાળની સ્થિતિ બતાવવામાં આવી છે. આઇએમડી ડેટાથી દેશભરમાં 588 જિલ્લાનું રિસર્ચ કરતાં જાણવા મળ્યું છે કે 153 જિલ્લા ભીષણ દુકાળની શ્રેણીમાં છે. આ જિલ્લામાં જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયગાળામાં વરસાદ ન થયો. ચિંતાજનક વાત તો એ છે કે IMDની પ્રમાણિત વરસાદ સૂચકાંક (એસપીઆઇ)માં ગત વર્ષે (જૂન 2017થી) મોનસૂનના મહિનામાં પણ 368 જિલ્લામાં સામાન્યથી વધુ દુકાળની સ્થિતિ દર્શાવવામાં આવી છે.


આ રીતે નક્કી થાય છે દુકાળ
સ્ટાડર્ડ પ્રીસિપીટેશન ઇંડેક્સ (SPI) દ્વારા હવામાન વિભાગ દુકાળની સ્થિતિ આંકે છે. તેને વરસાદ અને દુકાળ માપવા માટે +2 અને -2 ના બે માપદંડનો ઉપયોગ થાય છે. અહીં 2 અને તેનાથી વધુ સ્કેલ પર ચરમ નમીને દર્શાવે છે. જ્યારે -2નો સ્કેલ ખૂબ જ દુકાળની સ્થિતિને દર્શાવે છે. અન્ય સ્થિતિઓમાં તેની વચ્ચેની સીમાઓ દર્શાવે છે, તેને ગંભીર રીતે  ભીનાથી માંડીને ગંભીર દુકાળ સુધી સામેલ છે. એસપીઆઇ (SPI) દુનિયાભરમાં વરસાદ માપવા માટે એક સટીક ઉપાય ગણવામાં આવે છે. આઇએમડીના જલવાયુ ડેટા મેનેજમેન્ટ અને સેવાના મુખ્ય પુલક ગુહાથુકુતા અનુસાર, આ સામાન્ય વરસાદની તુલનામાં કોઇ વિશેષ સ્થાન પર દુકાળ અથવા ભેજની સીમાને દર્શાવે છે. 


શિયાળામાં ઓછા વરસાદથી પરિસ્થિતિ બગડી
દરેક ઉનાળામાં દેશના ઘણા ભાગમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. શિયાળામાં થનાર વરસાદમાં આ વર્ષે ખરાબ સ્થિતિનું સૌથી મોટું કારણ છે. આઇએમડી ડેટા અનુસાર આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આખા ભારતમાં 63% ઓછો વરસાદ થયો છે. માર્ચથી 11 એપ્રિલ સુધી 31% ઓછો વરસાદ થયો છે.



153 જિલ્લામાં ભયંકર દુકાળ
ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના સમાચાર અનુસાર જાન્યુઆરીથી માર્ચ દરમિયાન લેવામાં આવેલા એસપીઆઇના આંકડાઓમાં આ દર્શાવવામાં આવ્યું છે કે 472 જિલ્લા દુકાળથી ગ્રસ્ત છે. જ્યારે તેમાંથી 153 જિલ્લાઓમાં ભયંકર દુકાળની સ્થિતિ છે. મોટાભાગના દુકાળની સ્થિતિવાળા જિલ્લાઓમાં મોટાભાગે ઉત્તર, મધ્ય અને પશ્વિમ ભારતમાં છે, સાથે જ પૂર્વમાં બિહાર અને ઝારખંડ જેવા કેટલાક સ્થળોમાં પણ દુકાળની સ્થિતિ છે. 


ઉત્તર-પશ્વિમ ભારતમાં સૌથી ઓછો વરસાદ
ઉત્તર-પશ્વિમ ભારતમાં સૌથી ઓછો વરસાદ થયો છે. તેમાં ત્રણ પહાડી રાજ્યો ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સામેલ છે. આ રાજ્યોમાં ગત મોનસૂનની સિઝનમાં 10 ટકા ઓછો વરસાદ થયો. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે 54 ટકા ઓછો વરસાદ થયો. જ્યારે જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2018 વચ્ચે 67 ટકા ઓછો વરસાદ થયો. 


દુકાળની અનુમાન
પુલક ગુહાથુકુતાએ સ્પષ્ટ કર્યું છે કે એસપીઆઇ ટેડા દેશના ઘણા ભાગમાં પાણીના સંકટની સંભાવના સંકેત આપે છે, આ દુકાળનું પૂર્વાનુમાન બિલકુલ બતાવતું નથી. અધિકારીએ જણાવ્યું હતું કે 'આ જિલ્લા વહિવટીતંત્રનું કામ છે, જે પોતાના ક્ષેત્રોમાં પાણીની ઉપલબ્ધતાની સ્થિતિ પર ધ્યાન આપે છે.