લખનઉઃ ભારતીય જનતા પાર્ટી એકવાર ફરી ઉત્તર પ્રદેશમાં ગુજરાત મોડલ'ના ભરોસે 2023ની સ્થાનીક સ્વરાજ ચૂંટણીમાં ઉતરવાની છે. 2023ના શહેરી સ્થાનીક સ્વરાજ ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા, ઉત્તર પ્રદેશ ભાજપે પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે ગુજરાત જીતનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ પ્રમાણે પાર્ટી સંગઠાનત્મક કાર્યક્રમોમાં પોતાના કાર્યકર્તાઓને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીતથી પ્રેરણા આપવાની સલાહ આપી રહી છે. પાર્ટીએ પહેલા પણ 2014ની લોકસભા અને 2047ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત મોડેલને યુપીમાં રજૂ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સ્થાનીક સ્વરાજ ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી માટે એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. તેના થોડા દિવસ બાદ યુપી ભાજપે પણ રવિવારે લખનઉમાં એક દિવસીય રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું. 2024ની ચૂંટણી માટે કેન્દ્રીય યોજનાઓને લાગૂ કરવાની રણનીતિ બનાવવામાં લાગેલી ભાજપ ચૂંટણીમાં પણ પોતાનો જલવો જાળવી રાખવાના પ્રયાસમાં છે. 


આ પણ વાંચોઃ BBC Documentary: હૈદરાબાદ યુનિવર્સિટીમાં યોજાયેલી PM મોદીની ડોક્યુમેન્ટ્રી પર હંગામો


પેટાચૂંટણીમાં હાર બાદ ભાજપે બદલી રણનીતિ?
ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે સૂત્રોએ કહ્યું કે યુપી ભાજપે સમાજવાદી પાર્ટીના હાથે મૈનપુરી લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ ગુજરાતની જીતને સફળતાના મોડલના રૂપમાં પસંદ કરી છે. આ પેટાચૂંટણીમાં ભાજપે સપા સહયોગી રાષ્ટ્રીય લોકદળ સામે ખતૌલી વિધાનસભામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી અને મૈનપુરી તથા ખતૌલી પેટાચૂંટણીના પરિણામ પાછલા મહિને એક જ દિવસે જાહેર થયા હતા. 


ગુજરાતમાં ભાજપને મળી ઐતિહાસિક જીત
હાલમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 156 સીટો પર જીત મેળવી હતી, જે 2017માં જીતેલી 99 સીટથી 57 વધારે હતી. પાર્ટીએ 2022માં પોતાના વોટશેરમાં પણ વધારો કર્યો છે. રવિવારે લખનઉમાં ભાજપની યોજાયેલી પ્રદેશ કાર્યકારિણી બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં કહ્યું- આજે આપણે સાત મહિના બાદ ફરી ભેગા થયા છીએ, તો દેશના પ્રમુખ રાજ્ય ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત અને ત્યાં સાતમી વખત સરકાર બનાવવી, આપણે એક નવા ઉત્સાહ અને ઉમંગની સાથે પ્રેરિત કરે છે. વિજેતાના રૂપમાં કઈ રીતે કાર્ય કરવું જોઈએ, તે ઉત્સાહ તથા ઉમંગ આપણી સામે છે. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી માટે કાર્યકર્તાઓને સજાગ કરતા યોગીએ કહ્યુ- 762 સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે. ઓબીસી પંચનો રિપોર્ટ આવતા ચૂંટણીની જાહેરાત થઈ જશે. 2014, 2017, 2019 અને 2022ની જેમ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવો જોઈએ. 


આ પણ વાંચોઃ માસ્કનો એક ટુકડો બની શકે છે અપરાધીઓનું આઈકાર્ડ, આપશે મોટો પુરાવો


આ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રદેશની તમામ 80 સીટોને જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષે કહ્યું- પાર્ટીએ ગુજરાતમાં ઈતિહાસ રચ્યો છે. ચૌધરીએ કહ્યું- ગુજરાતની જીતથી ખ્યાલ આવે છે કે રાજકીય શબ્દાવલીમાં એન્ટી-ઇનકમ્બેન્સીની જગ્યાએ પ્રો-ઇન્કમબેન્સી છે. આ કારણ છે કે ભાજપે આઝમગઢ અને રામપુર સંસદીય ક્ષેત્રોમાં પેટાચૂંટણી જીતી હતી, જે ભાજપની પરંપરાગત સીટ નથી. ભાજપે રામપુર વિધાનસભા પેટાચૂંટણીમાં પણ જીત મેળવી હતી. યુપી ભાજપના સૂત્રએ કહ્યું- ગુજરાત મોડલ પર પાર્ટી નેતાઓ દ્વારા દરેક જિલ્લા તથા મંડળ એકમોની કાર્ય સમિતિમાં બેઠકોની ચર્ચા કરવામાં આવશે. આ બેઠક 12 ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાં પૂર્ણ થશે. 


ઉત્તર પ્રદેશમાં કેમ ગુજરાત મોડલના ભરોસે ભાજપ
ગુજરાતની ચૂંટણી જીતને યુપીમાં એક મોડલના રૂપમાં રજૂ કરવાની જરૂરીયાત પર, પાર્ટીના એક નેતાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપે 2014ની તુલનામાં 2019 લોકસભા ચૂંટણીમાં સીટોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ રીતે ઘટાડો થયો હતો. તેમણે કહ્યું- સપાએ 2022માં પોતાનો સ્કોરમાં સુધાર કર્યો. સત્તા વિરોધી લહેર અને સામાજિક જાતિગત સમીકરણોને તેના કારણના રૂપમાં જોવામાં આવ્યા છે. બાદમાં ભાજપે આઝમગઢ અને રામપુર લોકસભા પેટાચૂંટણી જીતી, પરંતુ ખુબ ઓછા અંતરથી જીતી, જ્યારે મૈનપુરી પેટાચૂંટણીમાં મોટા અંતરે ભાજપનો પરાજય થયો. તે ખતૌલી વિધાનસભા સીટને જાળવી રાખવામાં પણ નિષ્ફળ રહી. 


આ પણ વાંચોઃ Video: ચાલતી મેટ્રોનો દરવાજો ખોલીને યુવકે લગાવી છલાંગ, વીડિયો જોઈ ડરી જશો


આ ટ્રેન્ડ વિપક્ષી સપાનું મનોબળ વધારવા અને ભાજપ કાર્યકર્તાઓના આત્મવિશ્વાસને પ્રભાવિત કરવા માટે પૂરતો છે. ખાસ કરીને તે ચૂંટણી ક્ષેત્રોમાં જ્યાં ભાજપ 2019 અને 2022માં હારી ગયું હતું, કે ખુબ ઓછા અંતરે જીત મેળવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube