લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને નેતાઓની પક્ષપલટોનો ખેલ ચાલી રહ્યો છે. ઘણા નેતાઓએ ભાજપ છોડી સપા તો ઘણા ઘણાએ સપા છોડી ભાજપમાં જોડાયા છે. બસપા અને કોંગ્રેસના નેતાઓએ પણ પક્ષપલટો કર્યો છે. એવામાં રવિવારે એસપીના 2 MLC ઘનશ્યામ લોધી અને શૈલેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ઓમ પ્રકાશ પણ ભાજપમાં જોડાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક નેતાઓ ભાજપમાં જોડાયા
મળતી માહિતી મુજબ યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે આ નેતાઓને પાર્ટીની સદસ્યતા આપી દીધી છે. સપાના વિધાન પરિષદના બે સભ્યો ઉપરાંત પૂર્વ IAS રામ બહાદુર BSP છોડીને ભાજપમાં જોડાયા છે. આ સાથે જ પૂર્વ ધારાસભ્ય ઓમપ્રકાશ વર્મા પણ ભાજપમાં જોડાયા છે.


પૂર્વ IPS પણ ભાજપમાં જોડાયા
આ પહેલા પૂર્વ IPS ઓફિસર અસીમ અરુણ (Asim Arun) પણ આજે લખનઉ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે ભાજપ (BJP) માં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અસીમ અરુણે કહ્યું કે આજે હું ખૂબ જ ખુશ છું, સંતુષ્ટ છું. ભાજપ પાસે નવું નેતૃત્વ વિકસાવવાનું વિઝન છે. તેઓ તેને એક યોજનાની જેમ ચલાવે છે. હું પણ આ યોજનાનો એક ભાગ છું. મને આ તક આપવા બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું.


તમને જણાવી દઈએ કે તમામ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસે યુપી વિધાનસભાના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તેમાં સોશિયલ એન્જિનિયરિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. યુપીમાં 7 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે અને પરિણામ 10 માર્ચે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube