નવી દિલ્હી: યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના 'ચાણક્ય' ગણવામાં આવતાં અહમદ પટેલની નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા આવેલા પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જી સાથે રવિવારે મુલાકાત કરી. તેમની મુલાકાત એકદમ રસપ્રદ ગણવામાં આવી રહી છે કારણ કે અત્યાર સુધી કોંગ્રેસના નેતૃત્વવાળી એકજૂટતાના પ્રત્યે મમતા બેનર્જીએ ખાસ દિલચસ્પી બતાવી નથી. એમપણ કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા મનાવવા માટે પણ મમતા બેનર્જી તૈયાર નથી. બીજી તરફ તેમણે તેલંગાણાને મુખ્યમંત્રી ચંદ્વશેખર રાવ સાથે મળીને બિન-ભાજપી અને બિન-કોંગ્રેસી ફેડરલ ફ્રંટ બનાવવાની વકાલત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલાકાતનું મહત્વ
જોકે આ બધા વચ્ચે આ મુલાકાત બાદ એ સંકેત નિકળી રહ્યા છે કે સત્તારૂઢ ભાજપ વિરૂદ્ધ વિપક્ષી ગઠબંધનમાં સામેલ થવામાં રૂચિ હોઇ શકે છે. આ સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલ એક સૂત્રે કહ્યું કે 'મમતા સાથે અહેમદ પટેલની મુલાકાત રાજકીય મહત્વ ધરાવે છે કારણ કે સંભવિત રીતે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તેમને મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે કહ્યું હતું. મમતા ભાજપ વિરૂદ્ધ બધા પક્ષોને એકજૂટ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે અને સ્પષ્ટ રીતે કોંગરેસ પણ તેનો ભાગ બનવા માંગે છે. 


તેનાથી સ્પષ્ટ સંકેત નિકળે છે કે કોંગ્રેસ વિપક્ષની ધરી બનવા માટે તૈયાર છે પરંતુ જો તેને નેતૃત્વની તક મળતી નથી તો 2019માં પીએમ મોદીના ચૂંટણી રથને રોકવા માટે તે કોઇ અન્ય ગઠબંધનનો ભાગ પણ બનવાની તૈયારી દર્શાવે છે. સૂત્રોના હવાલેથી એમપણ કહેવામાં આવી રહ્યું છે કે અહમદ પટેલે મમતા બેનર્જી સાથે રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારના પક્ષમાં સમર્થન પણ માંગ્યું હતું. 

પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપવાની આપી સોપારી, રૂવાડાં ઉભા કરી દેનાર છે આ ક્રાઇમ સ્ટોરી


રાજ્યસભા ઉપસભાપતિની ચૂંટણી
બીજી તરફ રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણીમાં ત્રણ સ્થાનિક પક્ષો, બીજેડી, ટીઆરએસ અને વાઇએસઆરસીપીની નિર્ણાયક ભૂમિકાને જોતાં સત્તારૂઢ એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ આ પક્ષોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ઉચ્ચ સદનમાં ભાજપની પૂર્વ સહયોગી તેલૂગૂ દેસમને મળીને વિપક્ષના કુલ સભ્યોની સંખ્યા 117 છે. જોકે 245 સભ્યોવાળા સદનમાં જીતનાર ઉમેદવારને 122 મતોની જરૂર રહેશે. 


ભાજપ ઉચ્ચ સદનમાં સૌથી મોટી પાર્ટી છે. તેને 106 સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. તેમાં અન્નાદ્વમુકના પણ જ 14 સભ્યો સામેલ છે. સૂત્રોના અનુસાર તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયન વિપક્ષ દ્વારા એક બિન-કોંગ્રેસી, પરંતુ કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર ઉતારતાં સામાન્ય સહમતિ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પદ માટે તૃણમૂલ સાંસદ સુખેંદુ શેખર રોય અને ભાજપના પ્રસન્ન આચાર્યના નામની ચર્ચા છે. જોકે સૂત્રોના અનુસાર કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારને ઉતારવા માંગે છે. અહમદ પટેલ અને મમતા બેનર્જીની મુલાકાત્ને આ કડી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

VIDEO : તેલંગાણામાં TRSના નેતાએ તમામ હદો પાર કરી, મહિલાની છાતી પર મારી લાત  


બીજેડીના રાજ્યસભામાં નવ સભ્ય છે. જોકે તે ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર જાળવી રહી છે અને તે કઇ તરફ જશે, તેના પર હાલ ફેંસલો ન કરી શકાય. આ પ્રકારે ટીઆરએસના રાજ્યસભામાં છ અને વાઇએસઆરસીપીના બે સભ્ય છે. તેમણે પણ આ મહત્વપૂર્ણ ચૂંટણીને લઇને પોતાના પત્તા ખોલ્યા નથી. આ ચૂંટણીને વિપક્ષની એકતા માટે પરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. 


સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણેય પાર્ટીઓ 17 સભ્યોવાળી રાજ્યસભાના આગામી ઉપસભાપતિ ચૂંટવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સત્તારૂઢ પક્ષના રણનીતિકાર પણ આ ત્રણેય પક્ષોના સંપર્કમાં છે, કારણ કે આ પાર્ટીઓએ ગત વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ભાજપનું સમર્થન કર્યું હતું. બીજેડીએ ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારને પોતાનું સમર્થન આપ્યું હતું. 


ઇનપુટ: એજન્સી ભાષામાંથી