IIT Bombay Student Suicide : IIT બોમ્બેમાં અભ્યાસ કરતાં ગુજરાતના વિદ્યાર્થીએ સાતમા માળેથી પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગુજરાતનો વિદ્યાર્થી કેમિકલ એન્જીનયરીંગનો અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે માનસિક દબાણના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. આપઘાત પહેલાં યુવકે પરીક્ષા પણ પૂરી કરી હતી. સ્યૂસાઈડ સ્થળ પરથી કોઈ સ્યૂસાઈડ નોટ હજી સુધી મળી નથી. આ મૃતક વિદ્યાર્થીનું નામ દર્શન રમેશ સોલંકી છે, જે અમદાવાદના રહેવાસી હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ પોલીસે જણાવ્યું કે, દર્શન રમેશ સોલંકી પવઈના આઈઆઈટીમાં બીટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થીએ ત્રણ મહિના પહેલા જ કોર્સમાં એડમિશન લીધું હતું. તેની સેમેસ્ટરની પરીક્ષા શનિવારે જ સમાપ્ત થઈ હતી. તપાસમાં માલૂમ પડ્યું કે, દર્શન સોલંકી હોસ્ટલસ 16 બીના આઠમા માળ પર રહેતો હતો. દર્શને હોસ્ટેલના સાતમા માળથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. જ્યારે તે નીચે કૂદ્યો તો જોરથી અવાજ આવ્યો, તો તરત જ અન્ય વિદ્યાર્થીઓ અને સુરક્ષા ગાર્ડ ત્યાં આવી પહોંચ્યા હતા, તેઓએ જોયુ તો દર્શન જમીન પર લોહીથી લથબથ પડ્યો હતો. 


પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડરી ગયેલા વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને પોલીસને જાણ કરી હતી. જેના બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.  


આ પણ વાંચો : 


પૂર્વ IPS ને બદનામ કરવાનો આવી રીતે રચાયો હતો કારસો, 8 કરોડમાં ખેલ પાડવાના હતા


અમદાવાદ છે કે અફઘાનિસ્તાન? અમદાવાદમાં યુવાનો હાથમાં તલવાર લઈને ફર્યા


ન મળી સ્યૂસાઈડ નોટ
પોલીસને મૃતક વિદ્યાર્થી પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. તેથી શરૂઆતની તપાસમા એવુ લાગે છે કે, વિદ્યાર્થીએ હોસ્ટેલના સાતમા માળથી છલાંગ લગાવી છે. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો. તેમજ તેના પરિવારજનોને જાણ કરવામા આવી હતી. તો બીજી તરફ, અન્ય વિદ્યાર્થીઓએ મૃતક દર્શન સોલંકીની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ પણ યોજી હતી. 


કેમ કરી આત્મહત્યા
દર્શન સોલંકી 18 વર્ષનો હતો. પવઈ પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, શું વિદ્યાર્થીએ કોઈ દબાણ કે અભ્યાસના પ્રેશરમાં આવીને તો આ પગલુ નથી ભર્યું. અમે આ મામલે તપાસ કરી રહ્યાં છે.


આ પણ વાંચો : 


ખુશખબર! ગુજરાતના 70 લાખ કુટુંબોને રાહતદરે સિંગતેલ મળશે, વર્ષે 2 વાર નહીં દર મહિને


અમદાવાદના નવા પોલીસ કમિશ્નર કોણ : આ 2 નામ છે ચર્ચામાં, સંજય શ્રીવાસ્તવ અનલકી નીકળ્યા