21 વર્ષની ઉંમરે કેવા દેખાતા હતા ભગવાન રામ? AI એ બનાવી મનમોહક તસવીરો, જોતા જ રહી જશો
Lord Ram AI Picture: સોશિયલ મીડિયા પર ભગવાન શ્રી રામની AI જનરેટેડ તસવીરો હાલ ખુબ વાયરલ થઈ રહી છે. એવું કહેવાય છે કે ગ્રંથોમાં અપાયેલી જાણકારી મુજબ ભગવાન રામ 21 વર્ષની ઉંમરે આવા દેખાતા હતા.
Lord Ram AI Picture: સોશિયલ મીડિયા પર ભગવાન શ્રી રામની AI જનરેટેડ તસવીરો હાલ ખુબ વાયરલ થઈ રહી છે. એવું કહેવાય છે કે ગ્રંથોમાં અપાયેલી જાણકારી મુજબ ભગવાન રામ 21 વર્ષની ઉંમરે આવા દેખાતા હતા.
સોશિયલ મીડિયા પર ભગવાન શ્રી રામની AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવેલી તસવીરો હાલ ખુબ વાયરલ થઈ રહી છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ 21 વર્ષના હતા ત્યારે તેઓ આવા દેખાતા હતા. એક તસવીર ભગવાનની એકદમ નોર્મલ છે. જ્યારે એક તસવીરમાં તેઓ હસતા જોવા મળી રહ્યા છે. આ બંને તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
તસવીરો શેર કરતા મોટાભાગના લોકો કેપ્શનમાં લખે છે કે વાલ્મિકી રામાયણ, રામચરિત માનસ સહિત તમામ ગ્રંથોમાં અપાયેલા વિવરણો મુજબ આ ભગવાન શ્રી રામચંદ્રજીની AI જનરેટેડ તસવીર છે. તેઓ 21 વર્ષની ઉંમરે આવા દેખાતા હતા.
ભગવાન રામની મનમોહક તસવીર જોઈને લોકોનું કહેવું છે કે આટલા હેન્ડસમ તો આજ સુધી ધરતી પર કોઈ પેદા થયું નથી. એક યૂઝરે લખ્યું કે પ્રભુ શ્રી રામની AI જનરેટેડ તસવીર જ્યારે તેઓ 21 વર્ષના હતા.
એક અન્ય યૂઝરે લખ્યું કે વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસ સહિત તમામ ગ્રંથોમાં અપાયેલી જાણકારી મુજબ 21 વર્ષની વયે ભગવાન શ્રી રામનજીનીએક AI નિર્મિત તસવીર. ત્રીજા યૂઝરે આ વાત દોહરાવતા પોતાની કમેન્ટમાં લખ્યું કે ધરતી ગ્રહ પર આજ સુધી ભગવાન શ્રી રામ જેટલું હેન્ડસમ કોઈ પેદા થયું નથી.
પ્રશંસા કરી રહ્યા છે લોકો
હજુ સુધી એ માલૂમ પડ્યું નથી કે આ તસવીરો આખરે કોણે બનાવી છે. પરંતુ તેને જોતા દરેક વખાણ કરે છે. એક અન્ય યૂઝરનું કહેવું છે કે ડિજિટલ યુગનો ઉત્કૃષ્ટ ચમત્કાર, વાલ્મિકી રામાયણ, રામચરિતમાનસ સહિત તમામ ગ્રંથોમાં અપાયેલા વિવરણો મુજબ ભગવાન શ્રી રામચંદ્રજીની AI જનરેટેડ ફોટો, જ્યારે તેઓ 21 વર્ષના હતા. જય શ્રીરામ.
અત્રે જણાવવાનું કે કેટલીક જગ્યાઓની પણ AI જનરેટેડ તસવીરો સામે આવી છે. તાજમહેલના નિર્માણ સંબંધિત કેટલીક તસવીરો પણ વાયરલ થઈ છે. જેમાં તાજમહેલનું માળખુ અને તેની સામે મજૂરી કામ કરતા લોકો જોવા મળી રહ્યા છે.