AI Voice Scam: સાઇબર ગુનેગારોએ લોકોને લૂટવા માટે નવી રીત શોધી લીધી છે. આજકાલ સ્કેમના કેસ સતત વધી રહ્યાં છે. ઓનલાઈન સ્કેમ એવી લસ્તું છે, જેમાં તમે એકવાર ફસાયા તો જીવન મુશ્કેલ બની જાય છે. પરંતુ સરકારે સાઇબર ગુનેગારોને રોકવા માટે કડક પગલાં ભર્યા છે, પરંતુ સાઇબર ક્રિમિનલ્સ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને ચૂનો લગાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ઘટના?
આજકાલ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ લોકોને લૂટવા માટે કરવામાં આવી રહ્યો છે. આવો એક નવો સ્કેમ AI Voice Scam સામે આવ્યો છે, જેમાં ક્રિમિનલ્સ પરિવારજનોના અવાજમાં કોલ કરી લોકોને લૂટી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કાવેરી નામની એક યૂઝરે એઆઈ વોઇસ સ્કેમ વિશે જણાવ્યું છે. કાવેરીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે તેની પાસે અજાણ્યા નંબરથી કોલ આવ્યો અને ખુદને પોલીસ ઓફિસર જણાવતા કહ્યું કે તમારી મોટી પુત્રી મુશ્કેલમાં ફસાઈ છે. 


લોન ચુકવવા માટે કિડની વેચવા કાઢી, ઓનલાઈન મળ્યો એક નંબર, કોલ કર્યો તો 6 લાખ ગયા


મોબાઈલ નંબર બંધ કરવાના નામ પર છેતરપિંડી
આ સિવાય એક નવા પ્રકારનો સ્કેમ પણ યૂઝર્સ સોશિયલ મીડિયા પર રિપોર્ટ કરી રહ્યાં છે, જેમાં યૂઝર્સને ટેલીકોમ ડિપાર્ટમેન્ટ તરફથી કોલ કરી નંબર બંધ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યારબાદ યૂઝર્સને નંબર ચાલૂ રાખવા માટે દૂરસંચાર વિભાગના IVR માં કોલ ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવે છે અને 9 નંબરનું બટન દબાવવાનું કહેવામાં આવે છે. આમ કર્યા બાદ દૂરસંચાર વિભાગના ગ્રાહક સેવા એક્ઝીક્યુટિવ તરીકે સ્કેમર્સ યૂઝર્સ સાથે વાત કરે છે અને તેની અંગત જાણકારી કલેક્ટ કરી સ્કેમને અંજામ આપે છે. તમે આ પ્રકારના સ્કેમ વિશે ચક્ષુ પોર્ટલ પર રિપોર્ટ કરો.