મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં ભાજપનું AIADMK સાથે ગઠબંધન: 5 સીટો પર લડશે ચૂંટણી
લોકસભાચૂંટણી પહેલા ભાજપે મહારાષ્ટ્ર બાદ એક વધારે મહત્વનું રાજ્ય તમિલનાડુમાં ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. આશા અનુસાર તેણે અન્નાદ્રમુકની સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી. લોકસભા ચૂંટણીમાં ભાજપ તમિલનાડુમાં 5 સીટો પર ચૂંટણી લડશે. તમિલનાડુમાં પુડુચેરીનો સમાવેશ કરીને 39 સીટો છે. અન્નાદ્રમુકે આ અગાઉ પીએમકે સાથે ગઠબંધનની જાહેરાત કરતા તેને 7 સીટો આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, બંન્ને પાર્ટી લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી શકે છે.
ચેન્નાઇ : લોકસભાચૂંટણી પહેલા ભાજપે મહારાષ્ટ્ર બાદ એક વધારે મહત્વનું રાજ્ય તમિલનાડુમાં ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. આશા અનુસાર તેણે અન્નાદ્રમુકની સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી. લોકસભા ચૂંટણીમાં ભાજપ તમિલનાડુમાં 5 સીટો પર ચૂંટણી લડશે. તમિલનાડુમાં પુડુચેરીનો સમાવેશ કરીને 39 સીટો છે. અન્નાદ્રમુકે આ અગાઉ પીએમકે સાથે ગઠબંધનની જાહેરાત કરતા તેને 7 સીટો આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, બંન્ને પાર્ટી લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી શકે છે.
મંગળવારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામી અને ઉપમુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમની હાજરીમાં ગઠબંધનની જાહેરાત કરવામાં આવી. આના એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના સાથે પોતાના ગઠબંધનની જાહેરાત કરી દીધી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ 25 અને શિવસેના 23 સીટો પર ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી શિવસેના અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલી રહી હતી.
તમિલનાડુ લોકસભાની દ્રષ્ટીએ ઘણા મહત્વનાં રાજ્યો છે. અહીં 39માંથી ભાજપની પાસે માત્ર 1 સીટ છે. એક સીટ તેનાં 2014માં સહયોગી રહેલા ADMKની પાસે હતી. બાકીની તમામ સીટો અન્નાદ્રમુની પાસે હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતમાં ભાજપની પકડ પ્રમાણમાં નબળી છે. જેના કારણે તે સહયોગી દળો સાથે ગઠબંધન કરશે.