નવી દિલ્હીઃ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ સાઉથ આફ્રિકાથી આવ્યા બાદ હવે દુનિયાના ઘણા દેશોમાં પહોંચી ગયો છે. પરંતુ સમય રહેતા ઘણા દેશોએ આ વાયરસથી પ્રભાવિત દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત પણ તેને લઈને એલર્ટ થઈ ગયું છે. ઓમિક્રોન વાયરસને લઈને AIIMS પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ ચોંકાવનારો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. ગુલેરિયાએ કહ્યુ કે, આ વેરિએન્ટના સ્પાઇક પ્રોટીન એરિયામાં 30થી વધુ મ્યૂટેશન થઈ ચુક્યા છે, જેના કારણ તે વેક્સીનને પણ ચકમો આપી શકે છે. તેમણે જણાવ્યું કે, મોટાભાગની રસી સ્પાઇક પ્રોટીન વિરુદ્ધ એન્ટીબોડી બનાવી કામ કરે છે, તેથી સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં આટલા બધા પરિવર્તનથી કોવિડ-19 રસીની અસરકારકતા ઓછી થઈ શકે છે. 


વેક્સીન કેટલી અસરકારક, ગંભીરતાથી તપાસ થવી જોઈએઃ ગુલેરિયા
ડો. ગુલેરિયાએ કહ્યુ કે, આ નવા વેરિએન્ટમાં વેક્સીન કેટલી અસરકારક છે તેવામાં તેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. સ્પાઇક પ્રોટીનની હાજરી પોષક કોશિકામાં વાયરસના પ્રવેશને સરળ બનાવે છે અને તેને ફેલવા દેવા અને  સંક્રમણ માટે જવાબદાર છે. એમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ જણાવ્યુ કે, કોરોના વાયરસના નવા સ્વરૂપમાં સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં કથિત રીતે 30થી વધુ ઉત્પરિવર્તન થયા છે અને તે માટે તેમાં ઇમ્યૂનિટી તંત્રમાંથી બચી નિકળવાની ક્ષમતા વિકસિત કરવાની સંભાવના છે. 


આ પણ વાંચોઃ ઓમિક્રોનને ભારતમાં કઈ રીતે રોકવામાં આવે? ઇમરજન્સી બેઠકમાં ગૃહ મંત્રાલયે લીધા મહત્વના નિર્ણયો


ભારત સરકાર રાખી રહી છે સ્થિતિ પર નજર
તેમણે કહ્યું કે, એવી સ્થિતિમાં ભારતમાં બનનાર સહિત અન્ય રસીની અસરકારકતાના ગંભીર મૂલ્યાંકન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ભવિષ્યની કાર્યવાહી તે વાત પર નિર્ભર કરશે કે તેના પ્રસાર, તીવ્રતા અને ઇમ્યૂનિટીથી બચી નિકળવાની ક્ષમતા પર વધુ જાણકારીમાં શું સામે આવે છે. અધિકારીઓએ કહ્યું કે, ભારતીય સાર્સ-સીઓવી-2 જીનોમિક કન્સોર્ટિયા ઇનસાકોગ કોરોના વાયરસના નવા સ્વરૂપ બી.1.1.1.529 પર નજીકથી નજર રાખી રહ્યું છે અને દેશમાં હજુ તેની હાજરી સામે આવી નથી. 


બંને ડોઝ રસી અને કોરોના બચાવ નિયમ
ડો. ગુલેરિયાએ આંતરરાષ્ટ્રીય યાત્રિકો અને તે ક્ષેત્રમાં જ્યાં કેસની સંખ્યામાં અચાનક વૃદ્ધિ થઈ છે, બંને માટે ખુબ એલર્ટ રહેવા અને આક્રમક નજર રાખવા પર ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે, આપણે બધાએ ઇમાનદારીથી કોરોનાના નિયમનું પાલન કરવું જોઈએ અને આપણી સુરક્ષાને ઓછી કરવી જોઈએ નહીં. સાથે તે પણ નક્કી કરવું પડશે કે વેક્સીનના બંને ડોઝ મળે, અત્યાર સુધી જે લોકોએ રસી લીધી નથી તેણે પણ રસી લેવા આગળ આવવું જોઈએ. 


આ પણ વાંચો- Omicron: ડેલ્ટાથી પણ વધુ ખતરનાક છે નવો વેરિએન્ટ 'ઓમિક્રોન', જાણો તેના વિશે તમામ માહિતી


કેન્દ્ર સરકાર એલર્ટ
કેન્દ્ર સરકારે ગુરૂવારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનાર કે જનાર તમામ આંતરરાષ્ટ્રીય યાત્રિકોની કડક તપાસ અને ટેસ્ટ કરવા માટે કહ્યું છે. બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એડિશનલ ચીફ સેક્રેટરી/મુખ્ય સચિવ/ સચિવ (સ્વાસ્થ્ય)ને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તેમને તે નક્કી કરવાનું કહ્યું છે કે પોઝિટિવ આવનાર યાત્રિકોના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ લેબમાં તત્કાલ મોકલવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube