નવી દિલ્હીઃ Coronavirus in India કેન્દ્ર સરકારે તે લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા માટે ચેતવણી આપી છે જે તેને એક 'કૌભાંડ' ગણાવી રહ્યાં છે. સરકારે કહ્યું, આપણે થાકી શકીએ પરંતુ વાયરસ નહીં તેથી નિયમોનું પાલન કરજો. હકીકતમાં એવા અહેવાલો આવી રહ્યાં હતા કે લોકો કોરોનાના નિયમોનું પાલન કરવા માટે ના પાડતા તેને એક સ્કેમ એટલે કે કૌભાંડ કહી રહ્યાં છે. તેના પર આકરી પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું- આપણે તે પ્રકારની પ્રતિક્રિયાઓ જોઈએ છીએ કે કોરોના એક કૌભાંડ છે, મારે માસ્કની જરૂર નથી, તેની આગળ પણ જિંદગી છે. નિયમોનું પાલન કરો કારણ કે આપણે થાકી શકીએ વાયરસ થાકતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય કેન્દ્ર સરકારે કહ્યું કે, કોરોનાની બીજી લહેર રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં છેલ્લા એક વર્ષની તુલનામાં પાંચ ગણો વધુ પિક પર, છત્તીસગઢમાં 4.5 ગણો અને દિલ્હીમાં 3.3 ગણો છે. મંત્રાલયે કહ્યું, કેરલ, બંગાળ, તમિલનાડુ, ગોવા અને ઓડિશામાં ન માત્ર કોરોના પિક પર છે પરંતુ ત્યાં કેસમાં વધારાનો ગ્રાફ ઉપરની તરફ છે. 


આ પણ વાંચોઃ બાળકો માટે પ્રથમવાર જાહેર થઈ કોરોના ગાઇડલાઇન, પેરેન્ટ્સ માટે જાણવી છે જરૂરી


સ્વાસ્થ્ય મંત્રાલયે તે પણ કહ્યું કે, તેમણે રાજ્યોને ઓક્સિન ઉપભોગ ઓડિટ કરવા માટે કહ્યું છે. આ દરમિયાન એમ્સના ડાયરેક્ટરે સલાહ આપતા કહ્યું કે, જો સામાન્ય લક્ષણ છે અથવા લક્ષણ નથી તો અન્ય બીમારીઓની દવા પહેલાની જેમ લેતા રહો. સરકારે કહ્યું કે, બીજી લહેરમાં સંક્રમણ વધવાનો દર ખુબ ઝડપી છે જેનાથી સ્વાસ્થ્ય માળખા પર ખુબ દબાવ પડી રહ્યો છે. 


એમ્ડના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ શુક્રવારે પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે, કોરોનાના જે દર્દીઓની સારવાર ઘરે ચાલી રહી છે, તેને ઘર પર એન્ટીવાયરલ રેમડેસિવિર ઇન્જેક્શન ન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, રેમડેસિવિર માત્ર મધ્યમ કે ગંભીર કોરોના કેસમાં આપવું જોઈએ. એમ્સ પ્રમુખે કહ્યું, રેમડેસિવિર આપવાનો નિર્ણય સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા લેવાવો જોઈએ અને તે માત્ર હોસ્પિટલમાં આપવું જોઈએ. 


એક સવાલના જવાબમાં કોવિડ-19થી સંક્રમિત લોકોને પોતાનું હોમ આઇસોલેશન ક્યારે સમાપ્ત કરવું જોઈએ, તેના પર ડો. ગુલેરિયાએ કહ્યુ, 'હોમ આઇસોલેશન ક્યારે પૂરુ કરીએ? હોમ આઇસોલેશન હેઠળ દર્દીને ડિસ્ચાર્જ માનવામાં આવશે અને ઓછામાં ઓછા લક્ષણ દેખાયાના 10 દિવસ બાદ અને ઓછામાં ઓછા 3 દિવસ સુધી તાવ ન આપવા પર તે પોતાનું હોમ આઇસોલેશન સમાપ્ત કરી શકે છે. હોમ આઇસોલેશન પૂરુ થયા બાદ ટેસ્ટ કરાવવાની કોઈ જરૂર નથી.'
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube