ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી અંગે સમગ્ર દુનિયામાં ચિંતા વધી ગઈ છે. ચીનની હોસ્પિટલોમાં માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાથી પીડિત બાળકો ઉભરાઈ રહ્યા છે. જેને વોકિંગ ન્યૂમોનિયા કે વ્હાઈટ લંગ સિન્ડ્રોમ પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી હતી જેમાં કહેવાયું હતું કે ચીનમાં ફેલાયેલો માઈકોપ્લાઝમા ન્યૂમોનિયા ભારતમાં પણ અસ્તિત્વમાં છે. હાલમાં જ ઈન્ટરનેશનલ મેડિકલ જર્નલ લેન્સેટમાં છપાયેલા એક સ્ટડીના હવાલે અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ચાઈનીઝ ન્યૂમોનિયાએ ભારતમાં દસ્તક આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લેન્સેટના રિપોર્ટમાં તથા એમ્સમાં આ સ્ટડીને કરનારા એક પ્રમુખ ડોક્ટરના હવાલે કહેવાયું હતું કે નવી દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સપ્ટેમ્બર 2022થી લઈને એપ્રિલ 2023 સુધી સાત કેસ વોકિંગ ન્યૂમોનિયા એટલે કે માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાના આવ્યા હતા. રિપોર્ટ કહે છે કે આ તમામ આંકડા અલગ અલગ સેમ્પલોની અલગ અલગ તપાસ પ્રક્રિયામાં સામે  આવ્યા હતા. 


જો કે હવે લેન્સેટના આ સ્ટડીના આધારે ચલાવવામાં આવેલા રિપોર્ટસ અંગે ભારતના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટીકરણ બહાર પાડ્યું છે. મંત્રાલય તરફથી કહેવાયું છે કે જે પણ મીડિયા રિપોર્ટ્સ આ દાવો કરી રહ્યા છે કે દિલ્હી એમ્સમાં મળેલા બેક્ટેરિયલ કેસિસનું ચીનમાં આવેલા ન્યૂમોનિયા આઉટબ્રેક સાથે કોઈ કનેક્શન છે તે ભ્રામક અને ખોટું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube