AIIMS એક્સપર્ટે બાળકોના વેક્સીનેશન પર ઉઠાવ્યા સવાલ, આ વાતને લઇને વ્યક્ત કરી આશંકા
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના વરિષ્ઠ રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય કે. રાયે બાળકોને કોવિડ વિરોધી રસી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને `અવૈજ્ઞાનિક` ગણાવતા કહ્યું કે તેનાથી કોઈ વધારાનો ફાયદો થશે નહીં.
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના વરિષ્ઠ રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય કે. રાયે બાળકોને કોવિડ વિરોધી રસી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને 'અવૈજ્ઞાનિક' ગણાવતા કહ્યું કે તેનાથી કોઈ વધારાનો ફાયદો થશે નહીં.
AIIMS ના તબીબે આ વાત કહી
એઈમ્સ (AIIMS) માં પુખ્ત વયના લોકો અને બાળકોને કોવેક્સિન (Covaxin) રસીના પરીક્ષણોના મુખ્ય તપાસકર્તા અને 'ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન'ના પ્રમુખ રાયે જણાવ્યું હતું કે આ નિર્ણય લેતા પહેલા જે દેશોએ બાળકોને રસીકરણ કરવાનું શરૂ કર્યું છે તેમના ડેટાનું પણ વિશ્લેષણ કરવું જોઈએ.
પીએમએ કરી હતી જાહેરાત
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે રાષ્ટ્રને સંબોધનમાં જાહેરાત કરી હતી કે 15 થી 18 વર્ષની વયના બાળકોનું કોવિડ-19 રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. આ પગલાથી શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની ચિંતાઓ ઓછી થશે અને તેમને રોગચાળા સામે લડવામાં મજબૂતી મળશે અને શાળાઓમાં શિક્ષણને પાટા પર લાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ નહીં બગાડી શકે તમારી 31st પાર્ટીની મજા, ઘરે રહી કરો આ કામ
ટ્વીટ કરીને કહી આ વાત
વડાપ્રધાન કાર્યાલય (PMO) ને ટેગ કરીને રાયે ટ્વીટ કર્યું, 'હું દેશની નિઃસ્વાર્થ સેવા કરવા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે હું પીએમ મોદીનો મોટો પ્રશંસક છું. પરંતુ બાળકોને રસી આપવાના તેમના અવૈજ્ઞાનિક નિર્ણયથી હું સંપૂર્ણપણે નિરાશ છું.
'રસીકરણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવતું નથી'
પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે કોઈપણ નિર્ણયનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. રાયે કહ્યું કે રસીકરણનો હેતુ કાં તો કોરોના વાયરસના સંક્રમણની સારવાર છે અથવા ગંભીરતા અથવા મૃત્યુને રોકવાનો છે. રાયે કહ્યું કે 'પરંતુ અમારી પાસે રસીઓ વિશે જે માહિતી છે તે મુજબ, તે સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો લાવવામાં અસમર્થ છે. કેટલાક દેશોમાં, બૂસ્ટર ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ ઉપરાંત, વેક્સીનેશન બાદ પણ યુકેમાં દરરોજ સંક્રમણના 50,000 કેસ નોંધાઈ રહ્યા છે. તેથી તે સાબિત થાય છે કે રસીકરણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવતું નથી, પરંતુ રસી સંક્રમણ અને મૃત્યુની ગંભીરતાને રોકવા માટે અસરકારક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube