લખનઉઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીન (aimim) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (asaduddin owaisi) પર ગુરૂવારે મેરઠથી દિલ્હી આવતા સમયે છિજારસી ટોલ ગેટ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો તરફથી ચલાવવામાં આવેલી ગોળીઓ તેમની કાર પર લાગી અને અસદુદ્દીન ઓવૈસી બચી ગયા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકારે ઓવૈસીને ઝેડ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં સામેલ બે આરોપીઓ ગૌતમબુદ્ધ નગરના સચિન અને દેવબંધ, સહારનપુ નિવાશી શુભમની હાપુડ પોલીસે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે સચિન અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટીઓના નેતાના ભાષણને લઈને નારાજ હતો. તેથી છેલ્લા ઘણા દિવસથી તે હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો. આ બંને મેરઠમાં ઓવૈસીની સભામાં પણ હાજર હતા. 


જાણકારી પ્રમાણે અસદુદ્દીન ઓવૈસી ગોળી કાંડનો મુખ્ય આરોપી સચિન ઘણા દિવસથી તેમનો પીછો કરી રહ્યો હતો. તે ઓવૈસીની મેરઠની સભામાં પણ ગયો હતો. શુભમની સાથે હુમલા માટે ઘણા દિવસથી તક શોધી રહ્યો હતો. તેની યોજના હતી કે અસદુદ્દીન ઓવૈસીને માર્યા બાદ તે સીધા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દેશે, જેથી ભીડના ગુસ્સાથી બચી જાય. પરંતુ ગુરૂવારે સચિને જ્યારે ગોળી ચલાવી તો નિશાન પર લાગી નહીં. ત્યારબાદ ઓવૈસીના ડ્રાઇવરે ગાડીને આગળ ભગાવી લીધી. તેથી તેનો પ્લાન ફેલ થઈ ગયો હતો. 


આ પણ વાંચોઃ NEET PG Exam ને લઈને સરકારનો મોટો નિર્ણય, આશરે 8 સપ્તાહ સુધી ટાળવામાં આવી પરીક્ષા


ઓવૈસીના હુમલા પર પોલીસનું નિવેદન
હાપુડ પોલીસ પ્રમાણે મેરઠથી દિલ્હી જવા સમયે સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર 5.20 કલાક આસપાસ બે અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. તપાસ બાદ પોલીસે સચિન અને પછી શુભમની ધરપડક કરી હતી. તેની પાસેથી અસલહા અને ઘટનામાં ઉપયોગ કરાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તે પાર્ટી નેતાઓના નિવેદનોથી નારાજ હતા. 


એકની ધરપકડ તો બીજાએ કર્યું સરેન્ડર
અસદુદ્દીન ઓવૈસીના હુમલાની માહિતી મળતા હાપુડ જિપ્પાની પોલીસની સાથે પ્રદેશના અધિકારી પણ એલર્ટ થઈ ગયા હતા. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે મામલાની કમાન સંભાળી. ત્યારબાદ પોલીસે ગૌતમબુદ્ધ નગરથી સચિનની ધરપકડ કરી હતી. તો બીજા આરોપીએ ડરીને ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધુ હતું. ઘટનાની તપાસ માટે પાંચ ટીમો બનાવવામાં આવી છે. 


આ પણ વાંચોઃ કોરોનાથી મળી રાહત, નવા કેસમાં 13 ટકાનો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 1072 મૃત્યુ


નેતાઓની સાથે ફોટો વાયરલ
હુમલાના મુખ્ય આરોપી સચિનના ફોટો ઘણા ભાજપના નેતાઓ સાથે વાયરલ થઈ રહ્યા છે. મામલામાં ગુરૂવારે સચિનના પરિવારના સભ્યોને પણ પુછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. 32 વર્ષીય સચિન ભાઈ-બહેનોમાં સૌથી મોટો છે, જે પિતાના કામમાં સહયોગ કરે છે. 


ઓવૈસીએ કહ્યું હતું કે, હું સુરક્ષા નહીં લઉં
જોકે, ઓવૈસીએ હુમલા બાદ સુરક્ષા લેવાનો ઈન્કાર કરી દીધો હતો. તેણે કહ્યું કે હું ન તો ડરતો છું અને ન તો હું સુરક્ષા લેવાનો છું. હું મારું ચૂંટણી પ્રચાર ચાલુ રાખીશ. કોઈનામાં તાકાત હોય તો મને મારીને દેખાડે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube