VIDEO: ઓવૈસીનો ઇમરાન ખાનને જવાબ, કહ્યું ટીપુ સુલતાન માત્ર હિન્દુઓના દુશ્મન નહોતા
અસરૂદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને સલાહ આપતા કહ્યું કે પહેલા તમારા દેશમાં ફેલાએલા આતંકવાદને રોકો.
નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ટીપુ સુલ્તાનને તેમનો હીરો બતાવાના નિવેદન પર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIIMIN)ના અધ્યક્ષ અસરૂદ્દીન ઓવૈસીએ પલટ વાર કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે ઇમરાન ખાન તેની સંસદમાં ટીપુ સુલ્તાન અને બહાદુર શાહની વાતો કરે છે. ટીપુ સુલ્તાન હિન્દુઓના દુશ્મન ન હતા. તે તેમના સલ્તનતના દુશ્મનોના દુશ્મન હતા. પછી એ હિન્દુ હોય કે મુસ્લમાન. ઓવૈસીએ ઇમરાનના નિવેદન પર કહ્યું કે, ઇમરાન તેની સંસદમાં એટમ બોમ્બ વિશે વાતો કરે છે. તો શું અમારી (ભારત) પાસે નથી. ભારત પાસે પણ છે.
અસરૂદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને સલાહ આપતા કહ્યું કે પહેલા તેમના દેશમાં આતંકવાદને રોકો. પહેલા તેમના આ લશ્કરે-એ- શૈતાન (લશ્કરે-એ- તૈયબા) અને જૈશ-એ-શૈતાન( જૈશ-એ-મોહમ્મદ) પર કાર્યવાહી કરવી જોઇએ. આ દરમિયાન ઓવૈસીએ ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે પાર્ટી ભલે મેરા બુથ સબસે મજબૂતની વાતો કરે, પણ હુ કહું છું કે, મારી બોર્ડર મજબૂત તો મારો દેશ મજબૂત, મહત્વનું છે, કે ઇમરાન ખાને 28 ફેબ્રુઆરીએ પાકિસ્તાની સંસદમાં બહાદુર શાગ ઝફર અને ટીપુ સુલતાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે, તેમનો હીરો ટીપુ સુલતાન છે. તેમણે છેલ્લા શ્વાસ સુધી લડત આપી હતી. ન તો બાહદુર શાહ ઝફર, જેમણે આત્મસમર્પણ કરી દીધું હતું.
વિંગ કમાંડર અભિનંદનને મળ્યા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, વાયુસેના પ્રમુખની પણ મુલાકાત
અસરૂદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક પર કાર્યવાહી પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘પુલવામા હમલાને 2-3 દિવસ બાદ થી જ મારા દ્વારા આ કાર્યવાહીની આશા રાખવામાં આવી હતી. સેનાની કાર્યવાહીનું હું સ્વાગત કરું છું. અમે સરકારની સાથે છીએ. મને આશા છે, કે સરકાર મસૂદ અઝહર અને હાફિઝ સઇદને પણ પકડશે.