નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર પબ્લિક સેફ્ટી એક્ટ લગાવવાનો એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બિલ લાવતા પહેલા પીએમ મોદીએ બેસીને ફારુક અબ્દુલ્લા સાથે વાત કરી, પરંતુ હવે તેમને અબ્દુલ્લાજીથી જોખમ ઊભુ થયું છે. આ કેવું જોખમ છે? તમે એક પૂર્વ મુખ્યમંત્રીથી ડરી રહ્યા છો. તેનો અર્થ એ છે કે કાશ્મીરમાં બધુ સામાન્ય નથી. તમે ખોટું બોલી રહ્યા છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફારુક અબ્દુલ્લાની PSA હેઠળ અટકાયત, કોઈ સુનાવણી વગર 2 વર્ષ સુધી રહી શકે છે કેદમાં


ઓવૈસીએ આગળ કહ્યું કે ભાગલાવાદી મસરત આલમ અને ફારુકને એક સરખા માની લીધા. બંને પર એક જ આરોપ લગાવી દીધો. કાશ્મીર જ્યાં 100 બાળકો રહેતા હતાં ત્યાં હવે 200 રહે છે. બાળકોને પરેશાન કરાય છે. પૂર્વ મુખ્યમંત્રીને પોતાના રાજ્યમાં જવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડે છે. મીડિયાને અભિવ્યક્તિની આઝાદી નથી અપાતી. 


જુઓ LIVE TV


કલમ 370: જરૂર પડી તો હું પોતે કાશ્મીર જઈશ: CJI રંજન ગોગોઈ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...