બેંગ્લોર: નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ને લઇને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા વારિસ પઠાણે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ મહિલાઓના નેતૃત્વમાં દિલ્હીના શાહીન બાગમાં સીએએ વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોના સંદર્ભમાં કહ્યું કે તે કહે છે કે આપણે મહિલઓને આગળ કરી દીધી છે. પરંતુ ધ્યાન રાખવાનું છે કે અત્યાર સુધી સિંહણનો બહાર આવી છે અને તમે પરેસેવો પાડી રહ્યા છો. તેનાથી તમે સમજી શકો છો કે જો અમે બહાર નિકળી આવ્ય તો શું થશે. અમે 15 કરોડ છીએ પરંતુ 100 કરોડ પર ભારે પડી શકીએ છીએ. આ યાદ રાખજો. 


વારિસ પઠાણનું વિવાદિત નિવેદનવાળો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં તેમણે એ પણ કહ્યું કે અમે આઝારી છીનવીને રહીશું. વારિસ પઠાણ, મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રહ્યા છીએ. તેમણે આ ભડકાઉ ભાષણ સીએએ વિરોધી રેલી દરમિયાન આપ્યું. 15 ફેબ્રુઆરીના રોજ આયોજિત તે રેલીમાં એઆઇએમઆઇએમ મુખિયા અસદુદ્દીન ઓવૈસી પણ હાજર હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube