નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સૂર્ય નમસ્કારનો વિરોધ કર્યો છે. વાત જાણે એમ છે કે સરકારે નિર્દેશ બહાર પાડ્યા હતા કે આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે 1 થી 7 જાન્યુઆરી સુધી શાળાઓમાં સૂર્ય નમસ્કાર કરાવવામાં આવે. જેના પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું કહેવું છે કે સૂર્ય નમસ્કાર એક પ્રકારે સૂર્યની પૂજા કરવાનું છે અને ઈસ્લામ તેની મંજૂરી આપતો નથી. 


ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ હજરત મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું કે ભારત એક ધર્મ નિરપેક્ષ, બહુધર્મી અને બહુ સંસ્કૃતિક દેશ છે. આ જ સિદ્ધાંતોના આધારે આપણું  બંધારણ લખાયું છે. સરકારી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ ધર્મ વિશેષનું શિક્ષણ અપાય કે કોઈ વિશેષ સમૂહની માન્યતાઓના આધારે સમારોહ આયોજિત કરાય, બંધારણ અમને તેની મંજૂરી આપતું નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube