નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM narendra Modi) એ બુધવારે વાયુ સેના પ્રમુખ એચ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વાયુ સેના પ્રમુખે પ્રધાનમંત્રીને વાયુ સેના દ્વારા કોરોના કાળમાં કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુ સેના પ્રમુખ સાથે થયેલી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઓક્સિજન ટેન્કર અને જરૂરી વસ્તુઓની સુરક્ષિત અને ઝડપી સપ્લાઈ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના સાથે જોડાયેલા ઓપરેશન દરમિયાન તે પણ ધ્યાન રાખવામાં આવે કે વાયુ સેના કર્મી પણ સુરક્ષિત રહે.


ઉદ્ધવ સરકારનો નિર્ણય- મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષના નાગરિકોને ફ્રીમાં લાગશે કોરોના વેક્સિન  


પીએમ મોદીએ વાયુસેના કર્મીઓ અને તેમના પરિવારના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ તેમને જાણકારી આપી કે ભારતીય વાયુસેનાની પાસે સંતૃપ્તિ રસીકરણ કવરેજ હાસિલ કરવામાં આવ્યું છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube