હવે ચીન-પાક. પર બાજ નજર, ભારતે અપગ્રેડ કર્યા મિગ29 ફાઇટર જેટ્સ
1999નાં યુદ્ધ દરમિયાન મિગ-29 પાકિસ્તાન સેના પર જીત અપાવવામાં ઘણી મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હતી
અદમપુર: ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ મીગ-29ને અપગ્રેડ કરીને તેની શક્તિ અને સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. ફાઇટર એરક્રાફ્ટની અછતનાં કારણે મિગને વધારે શક્તિશાળી બનાવવામાં આવ્યા છે. અદમપુર એરફોર્સ સ્ટેશન પર રહેલ ફ્લાઇટ લેફ્ટિનેંટ કરણ કોહલીએ જણાવ્યું કે, રશિયા દ્વારા નિર્મિત આ એરક્રાપ્ટ હવે વચ્ચેહવામાં જ ઇંધણ ભરવાની ક્ષમતા હશે. આ એરક્રાફ્ટ દ્વારા અત્યાર સુધી એખ સાથે એક કરતા વધારે દિશાઓમાં હૂમલો થઇ શકે છે. આ લડાકુ ફાઇટર વિમાન ચીન અને પાકિસ્તાન પર નજર રાખવામાં પણ ઘણી મહત્વની છે.
પોતાના જુના વર્ઝનમાં પણ આ એરક્રાફ્ટે મહત્વપુર્ણ યોગદાન આપ્યું હતું. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મિગ 29ની પાકિસ્તાન સામેના યુદ્ધ અને વિજયમાં ઘણી મહત્વપુર્ણ ભુમિકા રહી હતી. ગત્ત અઠવાડીયે અદમપુર એરફોર્સ સ્ટેશન પર મિગ-29નાં અપગ્રેડેડ વર્ઝનું પ્રદર્શન કરવામાં આવ્યું. તેનો ઉપયોગ સોમવારે થનારા એરફોર્સ ડે પર પણ થશે.
લેફ્ટિનેંટ કોહલીએ જણાવ્યું કે, મિગ-29માં મલ્ટિ ફંક્શન ડિસપ્લે પણ લગાવવામાં આવી છે. 12 સપ્ટેમ્બરના રોજ ભારતીય વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસ ધનોઆએ કહ્યું હતું કે ફોર્સ ફાઇટર એરક્રાફ્ટની અછત છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે, ફોર્સ પાસે હાલ 31 સ્કવોડ્રન છે, જ્યારે સેનાની જરૂરિયાત 42ની છે.
રણનીતિક રીતે અદમપુર એરફોર્સ સ્ટેશન જે પાકિસ્તાનથી 100 કિલોમીટર અને ચીનથી 250 કિલોમીટરના અંતરે છે. હવે અપગ્રેડેડ મિગ-29થી લેસ હશે. ભારતીય વાયુસેનાએ મિગ-29ની ત્રણસ્કવોડ્રન હાલ ઓપરેશનમાં છે. તેમાં બે અદમપુર એરફોર્સ સ્ટેશન પર છે. એક સ્કવોડ્રનમાં 16-18 એકક્રાફ્ટ હોય છે.કોહલીએ જણાવ્યું કે, આ વિમાન ભારતીય એરસ્પેસમાં કોઇ વિમાન ઘૂસ્યાની માત્ર 5 મિનિટની અંદર ઉડ્યન કરી શકે છે.
મિગ ઉડ્યનનાં એક પાયલોટે જણાવ્યું કે, મિગ-29નાં અપગ્રેડેડ વર્ઝનમાં તેની રેંજમાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે. અત્યારે તેનાં દ્વારા અમે એર ટુ એર, એર ટુ ગ્રાઉન્ડ અને એન્ટી શિપિંગ ઓપરેશન સરળતાથી કરી શકીએ છીએ. મિગ-29નાં અપગ્રેડેડ વર્ઝનમાં તમામ આધુનિક ફિચર્સ છે. જે રીતે ગ્લાસ કોકપિટ, ડિજિટલ સ્ક્રીન, 1999માં કારગીલ વોરમાં અદમપુર સ્ટેશને મહત્વપુર્ણ રોલ નિભાવ્યો. તેના કારણે દુશ્મનનાં ફાઇટર જેટને 15000 ફુટનીઉંચાઇ પર જ ખતમ કરી દેવાઇ હતી.