ભારતનો પહેલો કિસ્સો! પ્રાઈવેટ પાર્ટમાં 1 કિલો સોનું સંતાડીને લાવી એર હોસ્ટેસ, શેપ જોઈને ચોંકી ગયા
Air Hostess Arrest in Gold Smuggling: કેરળના કુન્નુર એરપોર્ટ પર એક એર હોસ્ટેસની ધરપકડ કરવામાં આવી, જે તેના પ્રાઈવેટ પાર્ટમાં લગભગ એક કિલો સોનું છુપાવીને લઈને આવી હતી. ભારતમાં આ પહેલી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં કોઈ એરલાઈન ક્રૂ મેમ્બર તેના પ્રાઈવેટ પાર્ટમાં સોનું છુપાવીને દાણચોરી કરતા પકડાઈ હોય.
Kunnur Kerala: એવું લાગે છે કે ક્યારેક ક્યારેક ફિલ્મો ભવિષ્યની કોઈ ઘટનાની આગાહી પહેલા જ કરી નાંખે છે. થોડા સમય પહેલા OTT પ્લેટફોર્મ પર એક ફિલ્મ CREW રિલીઝ થઈ હતી. આ ફિલ્મની હિરોઈન કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન હતી. પરંતુ ફિલ્મમાં ત્રણેય અભિનેત્રીઓ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરે છે અને આમ કરવા પાછળ ઘણા તર્ક અને જવાબ હોય છે. પરંતુ કેરળના કુન્નુર એરપોર્ટ પર સોનાની દાણચોરીનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પરંતુ થોડો અલગ અને ખૂબ જ આશ્ચર્યજનક છે. અહીં એક એર હોસ્ટેસની સોનાની દાણચોરીના મામલે ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેણે જે રીતે સોનું છુપાવીને ભારત લાવી તેનાથી તમામ સુરક્ષા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુપ્ત માહિતીના આધારે ડીઆરઆઈ કન્નુરની ટીમે એક એર હોસ્ટેસની ધરપકડ કરી અને વ્યક્તિગત તેની તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી અંદાજે એક કિલો જેટલું સોનું મળી આવ્યું હતું. પરંતુ તે સોનું તેના સામાનમાં નહીં પરંતુ તેના પ્રાઈવેટ પાર્ટમાં છુપાયેલું હતું અને જે આકારમાં સોનું પ્રાઈવેટ પાર્ટમાં રાખવામાં આવ્યું હતું, તે એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓમાં ચર્ચાનું વિષય બની ગયો હતો. ખુલાસો થયો છે કે સોનાને આકાર આપવામાં આવ્યો હતો. એર હોસ્ટેસે તેના પ્રાઈવેટ પાર્ટમાં પુરૂષોના ગુપ્તાંગના આકારમાં સોનું સંતાડ્યું હતું.
મસ્ક્ટથી આવી હતી Flight
ડીઆરઆઈ કોચીનની વિશેષ બાતમીના આધારે એર હોસ્ટેસને પકડવામાં આવી હતી. ધરપકડ કરાયેલી એર હોસ્ટેસનું નામ સુરભી ખાતૂન જાણવા મળી રહ્યું છે, જે કોલકાતાની રહેવાસી છે અને મસ્કતથી કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર હતી. ગુપ્ત રીતે લાવેલું 960 ગ્રામ દાણચોરીનું સોનું ઝડપાયું હતું.
પૂછપરછ અને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી એર હોસ્ટેસને ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને 14 દિવસ માટે કન્નુર મહિલા જેલમાં મોકલવામાં આવી હતી. સૂત્રોનો દાવો છે કે ભારતમાં આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ એરલાઈન ક્રૂ મેમ્બર તેના પ્રાઈવેટ પાર્ટમાં સોનું છુપાવીને દાણચોરી કરતા પકડાઈ હોય.