નવી દિલ્હી : તિરુવનંતપુરમથી ઉડ્યન કરનારી એર ઇન્ડિયાની એક ફ્લાઇટ શુક્રવારે માલદીવમાં ખોટા રનવે પર ઉતરી ગઇ હતી. જણાવાઇ રહ્યું છે કે આ રનવે પર હજી પણ કામ ચલાવવામાં આવી રહ્યું હતું. ખોટા રનવે પર ઉતરવાનાં કારણે ફ્લાઇટ રનવે પર ફસાઇ ગઇ હતી. આ ફ્લાઇટનામાં ફ્લાઇટનાં બે ટાયર સંપુર્ણ ક્ષતીગ્રસ્ત થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર ટાયર ફાટવાનાં કારણે ફ્લાઇટમાં રહેલા તમામ યાત્રીઓ ફફડી ઉઠ્યા હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર ફ્લાઇટમાં હાજર તમામ યાત્રીઓ સુરક્ષીત છે અને કોઇ પણ જાનમાલનાં નુકસાન હોવાની માહિતી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇ 320 NEOએ શુક્રવારે તિરુવનંતપુરમથી માલદિવનાં Male velana international airport માટે ઉડ્યન કરી હતી. સમાચાર છે કે ફ્લાઇટને ઉતરવા માટે ખોટા નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેના કારણે ફ્લાઇટ નિર્માણાધીન રન વે પર ઉતરી ગઇ હતી. 



પ્રાપ્ત માહિતી અનુસાર રનવે હાલ વિમાન સંચાલન માટે ચાલુ કરવામાં નહોતો આવ્યો. રનવે પર ઉતરતા સમયે ફ્લાઇટમાં 136 યાત્રીઓ હાજર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ફ્લાઇટમાં હાજર તમામ યાત્રી, સંચાલક દળ સહિત સુરક્ષીત છે. 



પ્રાપ્ત વિગતો અનુસાર આ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર રનવેનાં નિર્માણ માર્ચ, 2018માં ચાલુ થયું હતું. તેનું કામ લગભગ પુર્ણ થઇ ગયું છે. જો કે રનવે હજી પણ લૈંડિંગ માટે તૈયાર નથી. મળતી માહિતી અનુસાર રનવે 3400 મીટર લાંબો અને 60 મીટર પહોળો છે.