નવી દિલ્હી : કર્ણાટકમાં મંગલુરૂ હવાઇ મથક પર રવિવારે દુબઇથી 183 યાત્રીઓ મુદ્દે પહોંચેલુ એર ઇન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન રવને પરથી લપસીને મેદાની વિસ્તારમાં ફસાઇ ગયું. આ ઘટનામાં તમામ યાત્રી અને ચાલક દળનાં સભ્યો સંપુર્ણ રીતે સુરક્ષીત રહ્યા. મંગલુરૂ હવાઇ મથક દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનનાં અનુસાર દુબઇથી મંગલુરુ આવેલા એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન રનવે પરથી લપસી ગયું અને ત્યાં કિનારે રહેલા ઘાસ પર ફસાઇ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભામાં TMCનો કિલ્લો તોડવા BJPનો પ્લાન, 1 કરોડ સભ્યો જોડાશે


બસપાની અસલિયત સામે આવી, પેટાચૂંટણીમાં જનતા પાઠ ભણાવશે: સપા


આ ઘટના બાદ હવાઇ મથકથી ઉડ્યનોનું સંચાલન સમાન્ય જળવાઇ રહ્યું અને વિમાનને ત્યાંથી સરળતાથી કાઢી લેવામાં આવ્યું. આ ઘટના સાંજે 05.40 વાગ્યે બની. માનવામાં આવી રહ્યું છે કે, વિમાનનાં ઉતરવાની દિશામાં વહી રહેલી હવા અને ભીનો રનવે આ ઘટના માટે જવાબદાર છે. વિમાનના ફસાયા બાદ તમામ યાત્રીઓ અને ચાલક દળનાં સભ્યોને સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યા. આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.