બળવો, ફ્લાઈટ્સ રદ અને ટર્મિનેશન...10 કલાક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનો યુટર્ન, હડતાળ ખતમ
ટાટાના સ્વામિત્વવાળી એર ઈન્ડિયાની સહાયક એરલાઈન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસમાં નારાજ કર્મચારીઓ, કેબિન ક્રુ સભ્યોએ વેતન, ભથ્થા અને કામની સ્થિતિ સંબંધિત માંગણીઓને લઈને હડતાળ શરૂ કરી હતી. ત્યારબાદ એર ઈન્ડિયા એક્સપ્રેસે હડતાળ પર ગયેલા 25 ક્રુ સભ્યોને ટર્મિનેટ કર્યા. તે કર્મચારીઓને ટર્મિનેશન લેટર મોકલવામાં આવ્યો. જો કે સાંજ થતા થતા તો સ્થિતિ બદલાઈ ગઈ. ગણતરીના કલાકોમાં એરલાઈને યુ ટર્ન લીધો.
Air India Express Flights: છેલ્લા બે દિવસથી ટાટાની એર ઈન્ડિયા એક્સપ્રેસમાં જાણે ભૂકંપ આવી ગયો. અચાનક સોથી વધુ ક્રુ સભ્યો અને કર્મચારીઓ સિક લીવ પર જવાથી એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાન જમીન પર આવી ગયા. 80થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી. ડઝનો જેટલી ફ્લાઈટ ડિલે થઈ ગઈ. આજે પણ ફ્લાઈટ રદ રહી ત્યારબાદ એર ઈન્ડિયા એક્સપ્રેસે હડતાળ પર ગયેલા 25 ક્રુ સભ્યોને ટર્મિનેટ કર્યા. તે કર્મચારીઓને ટર્મિનેશન લેટર મોકલવામાં આવ્યો. જો કે સાંજ થતા થતા તો સ્થિતિ બદલાઈ ગઈ. ગણતરીના કલાકોમાં એરલાઈને યુ ટર્ન લીધો.
હડતાળ ખતમ
મેનેજમેન્ટ સાથે બેઠક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓએ હડતાળ ખતમ કરવાનો નિર્ણય લીધો. એરલાઈનને પોતાની માંગણીઓ પર વિચાર કરવા માટે વધુ સમય આપવામાં આવ્યો છે. બીજી બીજા એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ તમામ બરતરફ કરેલા કેબિન ક્રુ સભ્યોને ફરીથી બહાલ કરવાનો નિર્ણય લીધો. તમામને તરત બહાલ કરવાનો આદેશ અપાયો છે. જ્યારે કર્મઆરીઓએ પણ કામ પર પાછા ફરવાની હા પાડી દીધી છે. વિમાન સેવાઓ ફરીથી બહાલ થઈ જશે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સ હવે સમયસર ઉડાણ ભરી શકશે.
બેઠક બાદ નિર્ણય
સ્થિતિને કાબૂમાં લેવા માટે આજે કંપની મેનેજમેન્ટ અને દેખાવો કરી રહેલા ક્રુ સભ્યોની એક બેઠક બોલાવવામાં આવી હતી. એર ઈન્ડિયાની સહાયક કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓને મનાવવામાં સફળ રહી. આ અગાઉ કંપનીએ આકરું પગલું ભરતા 25 જેટલા કર્મચારીઓને ટર્મિનેટ કર્યા હતા. આ નિર્ણયના લગભગ 10 કલાક બાદ જ એરલાઈને નિર્ણય પાછો ખેંચ્યો અને ટર્મિનેટ કરેલા સભ્યોને બહાલ કરવાનો આદેશ આપ્યો છે.
અત્યાર સુધીનો ઘટનાક્રમ
ટાટાના સ્વામિત્વવાળી એર ઈન્ડિયાની સહાયક એરલાઈન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસમાં નારાજ કર્મચારીઓ, કેબિન ક્રુ સભ્યોએ વેતન, ભથ્થા અને કામની સ્થિતિ સંબંધિત માંગણીઓને લઈને હડતાળ શરૂ કરી હતી. 7મી મેના રોજ અચાનક 100થી વધુ ક્રુ સભ્યો સિક લીવ પર જતા રહ્યા. અચાનક કર્મચારીઓ અને ક્રુ સભ્યો કામ પર ન આવવાના કારણે કંપનીએ 80થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી. કંપની તરપથી પહેલા કર્મચારીઓને સમજાવવાની કોશિશ થઈ પરંતુ જ્યારે આમ છતાં તેઓ ન માન્યા તો દંડાત્મક કાર્યવાહી હાથ ધરીને એરલાઈને 25 કેબિન ક્રુ સભ્યો અને કર્મચારીઓને ટર્મિનેશન લેટર પકડાવી દીધો. એરલાઈનના આ પગલાં બાદ કર્મચારીઓ વાત કરવા તૈયાર થયા અને હવે તેમણે હડતાળ પાછી ખેંચી છે. બંને પક્ષે વાતચીત દ્વારા મામલાનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો છે. એરલાઈને જે 25 કર્મચારીઓને ટર્મિનેશન લેટર આપ્યા હતા તે પણ પાછા ખેંચ્યા છે.