Air India Express Crisis: જો તમે આજે હવાઇ મુસાફરી કરવાના છો તો તમારા માટે મોટા સમાચાર છે. એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એક્સપ્રેસ એરલાઇન્સને અચાનક પોતાની 78 ફ્લાઇટ રદ કરવી પડી છે તેનું મોટું કારણ છે કર્મચારીઓની ઘટ. જોકે એરલાઇન્સના ક્રૂ મેંબર્સ સામૂહિક રૂપથી બિમારીની રજા (Mass Sick Leave) પર જતા રહ્યા છે, જેના લીધે કંપનીને આ પગલું ભરવું પડ્યું છે. ખાસ વાત એ છે કે આ કર્મચારીઓને લીવ માટે કોઇ નોટિસ પણ આપી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહ્યા વિના રજા પર જતા રહ્યા ક્રૂ મેમ્બર્સ
એર ઇન્ડીયા એક્સપ્રેસ (Air India Express) એ જણાવ્યું કે સીનિયર ક્રૂ મેમ્બર્સ અચાનક નોટિસ લીવ પર જતાં આંતરાષ્ટ્રીય અને સ્થાનિક ઉડાનો પર અસર પડી છે. મંગળવારે રાત્રે આ વિરોધે મોટું રૂપ ધારણ કરી લીધું. જેનાથી એરલાઇન્સને 78 થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવી પડી છે. તેમાંથી સૌથી વધુ ફ્લાઇટો મિડલ ઇસ્ટ અને ગલ્ફ દેશો માટે છે. સાથે ઘણી ફ્લાઇટમાં મોડું થયું છે. 


સમાચાર છે કે એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એક્સપ્રેસમાં વિલય થવાનું છે. જેનો કર્મચારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. બંને એરલાઇન્સના પાયલોટ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની જોબ ખતરામાં છે. 


મુસાફરો માટે એરલાઇન્સની સલાહ
એર ઇન્ડીયા એક્સપ્રેસે એક નિવેદન જાહેર કરી કહ્યું કે 'અમારા સિનિયર કેબિન ક્રૂના એક વર્ગે ગઇકાલે રાત્રે છેલ્લી મિનિટમાં બિમાર હોવાની સૂચના આપી છે. જેના કારણે ઉડાનમાં મોડું અથવા ઘણી ફ્લાઇટો રદ કરી દીધી છે. અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે ક્રૂ મેમ્બર્સ સાથે વાત કરી રહ્યા છીએ. તો બીજી તરફ ટીમ યાત્રીઓને થનાર અસુવિધાને ઓછી કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. 


તમને જણાવી દઈએ કે, સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલાની તપાસ કરી રહી છે. એરલાઈન્સનું કહેવું છે કે અસરગ્રસ્ત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે અથવા તેમની પાસે તેમની ફ્લાઈટને બીજી તારીખે શેડ્યૂલ કરવાનો વિકલ્પ હશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરે.


સોશિયલ મીડિયા પર મુસાફરોએ વ્યક્ત કરી પરેશાની
એર ઇન્ડીયાની ફ્લાઇટ્સ અચાનક કેન્સલ થતાં તમામ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તેમાંથી ઘણા સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદ વિશે જાણકારી આપી છે. કેટલાક લખ્યું 'તેમને ફ્લાઇટ કેન્સલ થવાની કોઈ માહિતી આપવામાં આવી ન હતી અને આ ખૂબ જ નિરાશાજનક છે.' જો કે, એર ઈન્ડિયા એક્સપ્રેસે તેના ટ્વિટર પર લખ્યું (X) લખ્યું 'કોઇ પણ અસુવિધા માટે ખેદ છે અને તમને ઇન્ફોર્મ કરવા માંગે છે ફ્લાઇટ્સનું કેન્સલેશન ઓપરેશનલ કારણોના લીધે કરવામાં આવ્યું છે.