નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનો સિલસિલો સતત ચાલુ છે અને તાઝિકિસ્તાનના દુશાંબેથી 78 લોકોને એર ઈન્ડિયાના સ્પેશિયલ વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે 78 વ્યક્તિઓના એક સમૂહને ગઈ કાલે ભારતીય વાયુસેનાના વિમાનના માધ્યમથી કાબુલથી દુશાંબે લાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાબુલથી દિલ્હી પહોંચી ગુરુ ગ્રંથ સાહિબની 3 નકલ
દુશાંબેથી દિલ્હી આવેલા લોકોમાં 44 અફઘાન શીખ પણ સામેલ છે. જે કાબુલથી પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબની (Sri Guru Granth Sahib) ની ત્રણ નકલ પણ પોતાની સાથે લઈને પહોંચ્યા છે.  તેમની સાથે 25 ભારતીય નાગરિકો પણ દિલ્હી પહોંચ્યા છે. જે કાબુલમાં ફસાયેલા હતા. તમામ મુસાફરોને એર ઈન્ડિયાના સ્પેશિયલ વિમાનથી દુશાંબેથી દિલ્હી લાવવામાં આવ્યા. 


એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રીઓ કર્યું સ્વાગત
દિલ્હી પહોંચતા આ લોકોનું 2 કેન્દ્રીય મંત્રીઓ દ્વારા સ્વાગત થયું. આ ઉપરાંત ભારત સરકારના અધિકારીઓ, ભાજપ અને ભારતીય વિશ્વ મંચના સભ્યો તેમની સહાયતા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. આ સાથે અફઘાન શીખ નેતા પણ હાજર રહ્યા. ત્યારબાદ શ્રી ગુરુ ગ્રંથ સાહિબની 3 નકલને જુલુસ સાથે દિલ્હીના ન્યૂ મહાવીર નગર સ્થિત ગુરુ અર્જન દેવજી ગુરુદ્વારા લઈ જવામાં આવશે. 


ગુરુ ગ્રંથ સાહિબને માથા પર રાખીને બહાર નીકળ્યા મંત્રી
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી દિલ્હી એરપોર્ટ પર કાબુલથી લાવવામાં આવેલા શ્રી ગુરુગ્રંથ સાહિબનું સ્વરૂપ ગ્રહણ કરવા પહોંચ્યા. પુરીએ પૂરા અદબ સાથે ગુરુગ્રંથ સાહિબની કોપી પોતાના માથા પર રાખીને એરપોર્ટથી બહાર નીકળ્યા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સતનામ શ્રીવાહેગુરુના સતત જાપ કરી રહ્યા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube