નવી દિલ્હી: સરકારી એરલાઈન્સ કંપની એર ઇન્ડિયાનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે. કંપનીના કહેવા પ્રમાણે આ ઘટનાથી 45 લાખ મુસાફરોના ડેટાને અસર થઈ છે. કંપનીએ કહ્યું કે તેમાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતી, નામ, જન્મ તારીખ, સંપર્ક, પાસપોર્ટની માહિતી, ટિકિટની માહિતી, સ્ટાર એલાયન્સ, એર ઇન્ડિયા ફ્રીક્વન્ટ ફ્લાયર ડેટા અને ક્રેડિટ કાર્ડની માહિતી શામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ડેટા બ્રીચની આ ઘટના 26 ઓગસ્ટ 2011 થી 3 ફેબ્રુઆરી 2021 ની વચ્ચે બની હતી. ક્રેડિટ કાર્ડ અંગે કંપનીએ કહ્યું કે અમારા ડેટા પ્રોસેસરો પાસે સીવીવી/ સીવીસી નંબર નથી. પાછળથી અમારા ડેટા પ્રોસેસરએ ખાતરી કરી કે અસરગ્રસ્ત સર્વર પર કોઈ પણ પ્રકારની અસામાન્ય પ્રવૃત્તિ જોવા મળી નથી.


આ પણ વાંચો:- DRDO એ તૈયાર કરી અનોખી કીટ, 75 મિનિટમાં જણાવી દેશે શરીરમાં કેટલી બની એન્ટીબોડ


ડેટા લીકની ઘટનામાં કંપનીએ શું કર્યું?
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ ઘટના પ્રકાશમાં આવ્યાની તુરંત જ તેણે તેની તપાસ કરી. અસરગ્રસ્ત સર્વરો સુરક્ષિત હતા. ક્રેડિટ કાર્ડ જારી કરનારાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ એર ઇન્ડિયા એફએફપી પ્રોગ્રામનો પાસવર્ડ ફરીથી સેટ કરવામાં આવ્યો હતો.


અહો આશ્ચર્યમ! દેશના આ જિલ્લામાં કોરોના દેવીનું મંદિર, લોકોએ કહ્યું કે...


ડેટા સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે, કંપનીએ મુસાફરોને તેમનો પાસવર્ડ બદલવા જણાવ્યું છે. નિવેદનમાં એર ઈન્ડિયાએ કહ્યું છે કે અમે અને અમારા ડેટા પ્રોસેસરો કાર્યવાહી ચાલુ રાખીશું, તે દરમિયાન, અમે મુસાફરોને પાસવર્ડ બદલવા માટે પ્રોત્સાહિત કરીશું. મુસાફરોની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી આપણા માટે ખૂબ મહત્વ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube