નવી દિલ્હીઃ રશિયાના હુમલા બાદ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા 250 ભારતીયોની સાથે એર ઈન્ડિયાનું બીજુ વિમાન બુખારેસ્ટથી દિલ્હી પહોંચી ચુક્યુ ચે. આ વિમાન વહેલી સવારે 3 કલાકે દિલ્હી પહોંચ્યું હતું. આ પહેલાં 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું પ્રથમ વિમાન શનિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાન પણ રોમાનિયાના બુખારેસ્ટથી ભારતીયોને લઈને આવ્યું હતું. હંગરીની રાજધાની બુડાપેસ્ટથી એક ઉડાન આજે આવવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુબ એરપોર્ટ પર યુક્રેનથી કાઢવામાં આવેલા ભારતીયોનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, પીએમ મોદી સતત યુક્રેનના રાષ્ટ્રપતિના સંપર્કમાં છે અને તે નક્કી કરવામાં આવી રહ્યું છે કે દરેક ભારતીયને સુરક્ષિત સ્વદેશ લાવવામાં આવે. 


એર ઈન્ડિયાએ કહ્યું કે, 219 ભારતીયોને લઈને એઆઈ-1944 ઉડાન સાંજે સાત કલાક 50 મિનિટ પર છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું. વિમાન કંપનીએ એક નાનો વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં ભારત પરત ફરવાની ખુશીમાં લોકો તાળીઓ પાડી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube