નવી દિલ્હી : શું કોરોના (Corona Virus) નું પ્રદૂષણ સાથે કોઇ સંબંધ છે ?આ સવાલનો જવાબ છે હા. હાલમાં જ થયેલા બે અભ્યાસ જણાવે છે કે વાયુ પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં રહેનારાઓ કોરોનાની ઝપટે ચડીને જીવ ગુમાવવાનો ખતરો સૌથી વધારે છે. પહેલો અભ્યાસ જર્મનીની માર્ટિન લૂથ યુનિવર્સિટી વિટનબર્ગના સાયન્સ ઓફ ટોટલ એન્વાયરમેન્ટ માં પ્રકાશિત થયો છે. જેમા વાયુપ્રદુષણ અને Covid 19 દ્વારા થયેલા મોતનાં સંબંધને જાહેર કરવામાં આવ્યો છે. અભ્યાસમાં માહિતી મળી છે કે, એવા ક્ષેત્રમાં જ્યાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનું સ્તર સ્થાયી રીતે વધારે હતું ત્યાં બીજા ક્ષેત્રોની તુલનાએ દર્દીઓનાં મોત વધારે થયા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાઇટ્રોજન ડાઇઓક્સાઇડ એક વાયુ પ્રદૂષક છે જે મનુષ્યના શ્વસન પથને નુકસાન પહોંચાડી શકે છે. તેના કારણે અનેક પ્રકારનાં શ્વસન અને હૃદય સંબંધિત રોગ થાય છે. આ સામાન્ય રીતે ગાડી, વિજળી સંયંત્રો અને અન્ય ટેક્નોલોજી કારખાનાઓમાં ઇંધણના દહન સાથે મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અભ્યાસ દરમિયાન યુરોપનાં એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું, જે કોરોના વાયરસનાં હોટસ્પોટ હતા અને જ્યાં વાયુપ્રદૂષણ બાકી વિસ્તારની તુલનામાં ઘણો વધારે હતો. શોધકર્તા સામે આવ્યું કે, જે વિસ્તારમાં વાયુ પ્રદૂષણ વધારે હતું. જ્યાં પ્રદૂષણ વધારે હતું ત્યાં સંક્રમિત દર્દીઓનાં મોત પણ મોટા પ્રમાણમાં થયા હતા. 

બીજા અભ્યાસમાં હાવર્ડ ટીએચ ચૈન સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોએ સંયુક્ત રાજ્યમાં કોરોનાવાયરસનાં મોતનું વિશ્લેષણ કર્યું. આ દરમિયાન તેમણે જોયું કે, એવા સંક્રમિત દર્દીઓને લાંબા સમયથી PM 2.5 ના ઉચ્ચ સ્તરનું રહી રહ્યું છે. તેના મોતનો આંકડો વધારે રહે છે. સંશોધકો અનુસાર વર્ષો સુધી વધારે વાયુ પ્રદૂષણ વાળા વિસ્તારમાં રહેનારાઓ માટે કોરોનાથી મોતનો ખતરો સામાન્ય લોકોની તુલનાએ ઘણો વધારે છે. વાયુ પ્રદૂષણમાં થોડો વધારો પણ કોવિડ 19થી મૃત્યુ દરમાં વધારો કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube