દિલ્હીનું પ્રદૂષણ નાથવામાં આપ સરકાર નિષ્ફળ: દર મહિને ચુકવવા પડશે 10 કરોડ
એનજીડી અધ્યક્ષે કહ્યું કે દિલ્હી સરકાર બિચારા અને નિ:સહાય દેખાવવા સિવાય પ્રદૂષણ નિયંત્રણ માટે કોઇ જ પગલા ભર્યા નથી
નવી દિલ્હી : રાષ્ટ્રીય હરિત ન્યાયાધિકરણે સોમવારે દિલ્હી સરકારને કહ્યું કે, મહાનગરમાં પ્રદૂષણની સમસ્યા પર પ્રતિબંધ લગાવવામાં નિષ્ફળ નિવડવાને કારણે દંડ પેટે CPCBને 25 કરોડ રૂપિયા જમા કરાવે. એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી પીઠે આપ સરકારને કહ્યું કે, ટોપ પ્રદૂષણ નિયંત્રણ એકમ પાસે કાર્ય નિષ્પાંદ તરીકે 25 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવે જેથી તે સુનિશ્ચિત થાય કે કાર્યમાં કોઇ ક્ષતી ન રહી જાય.
દર મહિને ભરવો પડશે 10 કરોડ રૂપિયાનો દંડ
રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા ટ્રિબ્યૂનલે જણાવ્યું કે, સરકાર પોતાનું કામ કરવામાં નિષ્ફળ નિવડી છે. જો આગામી સમયમાં પણ તે નિષ્ફળ રહેશે તો દંડ ઉપરાંત દર મહિને 10 કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. એનજીટી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીને શક્ય તેટલી ઝડપથી પ્રદૂષણ રહીત અને શ્વાસ લેવાને લાયક બનાવવાનું છે. જે માટે સરકારે સીરિયસ પ્રયાસો કરવાની જરૂર છે.
અધિકારીઓની રહેમ નજર હેઠળ થઇ રહ્યું છે કાયદાનું ઉલ્લંઘન
EXCLUSIVE: 7th Pay Commission: કર્મચારીઓની મોટી જીત, સરકારે સ્વિકારી આ માંગ...
મુંડકા અને નીલવાલમાં સૌથી વધારે પ્રદૂષણ
એનજીટીએ મુંડગા ગામ નિવાસી સતીશ કુમાર અને ટિકરી કલા નિવાસી મહાવીર સિંહની અરજી અંગે સુનવણી ચાલી રહી હતી. જેમાં પ્લાસ્ટીક, ચામડુ, રબર,મોટર એન્જિન ઓઇલ અને અન્ય કચરા પદાર્થોનાં કારણે પ્રદૂષણનાં આરોપો લગાવ્યા છે. તેમાં મુંડકા અને નીલગામોમાં બિનકયાદેસર પ્રદૂષણનાં આરોપો લાગ્યા છે. જેમાં બિનકાયદેસર ઔદ્યોગિક એકમોનાં સતત સંચાલનનાં કારણે મહત્તમ પ્રદૂષણ થતું હોવાનું સામે આવ્યું છે.