નવી દિલ્હીઃ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી અને સીએમ યોગીની સામે વાયુ સેનાના લડાકૂ વિમાને તાકાતનો અનુભવ કરાવવાની સાથે કરબત દેખાડી હતી. સુલ્તાનપુરમાં બનેલી હવાઈ પટ્ટી પર રાફેલ, સુખોઈ અને મિરાજ જેવા લડાકૂ વિમાનોનું ટચ એન્ડ ગો ઓપરેશન થયું. વિમાનોએ આકાશમાં અંગ્રેજીના આઠનો આકાર બનાવવાની સાથે તિરંગો બાવ્યો હતો. 3.2 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટીની સાથે મિરાજમાં ફ્યૂલ ભરવામાં આવ્યું હતું. આશરે 40 મિનિટના એર શોમાં 30 લડાકૂ વિમાનોએ કરબત દેખાડી હતી. 


એર શો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વાયુસેનાના વિમાનથી સીધા એક્સપ્રેસ-વે પર ઉતર્યા હતા. તે હરક્યુલિસ વિમાનથી કોઈ એક્સપ્રેસ વે પર પહોંચનાર પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા. ત્યારબાદ પ્રધાનમંત્રીની સામે એરફોર્સના વિમાનોએ ઈતિહાસ રચી દીધો. વાયુસેનાના મિરાજ-2000 મલ્ટીરોલ ફાઇટરે એક્સપ્રેસ-વે પર બનાવવામાં આવેલ ઇમરજન્સી એરસ્ટ્રિપ પર લેન્ડિંગ કર્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube