નવી દિલ્હી: પીઓકેમાં જૈશ એ મોહમ્મદના આતંકી સમૂહ કેમ્પો પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ દરમિયાન વાયુસેનાએ શુક્રવારે એક કવિતા ટ્વિટ કરીને પાકિસ્તાન પર જોરદાર કટાક્ષ કર્યો. પોતાના ટ્વિટર હેન્ડલથી વાયુસેનાએ બિપિન ઈલાહાબાદીની એક હિન્દી કવિતા 'હદ સરહદ કી' ને ટ્વિટ કરી. વાયુસેનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે 'હદ સરહદ કી'...



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

आज किसी ने सरहदें पार की,
क्योंकि किसी ने सारी हदें पार की.
उस लड़ाकू में, जिसका अर्थ मृगमरीचिका है,
एक हक़ीक़त, गई रात हमने बयां की.


आज किसी ने सरहदें पार की,
क्योंकि किसी ने सारी हदें पार की.


आज उसके पाले में जा के,
कहा हमने 'हू तू तू तू तू तू'.
और एक ख़ास तरीके से उसे छूकर,
कहा 'अब बस! संभल जा तू'.


आज किसी ने सरहदें पार की,
क्योंकि किसी ने सारी हदें पार की.


अब नींद कैसे आएगी उनको,
थोड़ा सा झकझोर आए हैं उनको.
रात जैसे जैसे रवानी पर पहुंचेगी,
आतिशबाजी का रहेगा अंदेशा उनको.


आज किसी ने सरहदें पार की,
क्योंकि किसी ने सारी हदें पार की.


अब झूठ कैसे और किससे बोलेंगे वो,
सच की एक ख़ुराक खिला आये हैं उनको.
मियाँ, तुम तुम हो, हम हम हैं,
आज सुबह बता आये हैं उनको.


आज किसी ने सरहदें पार की,
क्योंकि किसी ने सारी हदें पार की.


बयाँ की है अपनी मंशा अपनी ज़रा हट के,
हो जाये मुकाबला इस बार चाहे डट के.
आज किसी ने अपनी सरहदें पार कीं,
क्योंकि किसी ने सारी हदें पार कीं.


विपिन 'इलाहाबादी'


ટ્વિટના બેકગ્રાઉન્ડમાં એક ફાઈટર વિમાનની તસવીર પણ છે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. જેની જવાબી કાર્યવાહી કરતા ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી જેમાં જૈશનો બાલાકોટ ખાતેનો આતંકી શિબિર ધ્વસ્ત થયો હતો. જો કે પાકિસ્તાને તો આ એર સ્ટ્રાઈકને સંપૂર્ણપણે ફગાવી હતી હતી. જેના પર કટાક્ષ કરતા આ પંક્તિઓ લખવામાં આવી. 


વાયુસેનાએ કટાક્ષ કરતા કહ્યું કે હવે જૂઠ્ઠુ કોને અને કેવી રીતે બોલશે તેઓ, સત્યનો ખોરાખ ખવડાવી આવ્યાં છીએ  તેમને.. મિયા તમે તો તમે છો, અમે અમે છીએ, આજે સવારે બતાવી આવ્યાં તેમને...


26 જાન્યુઆરીએ ભારતીય વાયુસેનાએ કરી હતી એર સ્ટ્રાઈક
ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાનો બદલો લેતા 26 જાન્યુઆરીના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણા તબાહ  કર્યા હતાં. ભારતે પીઓકેમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બ વરસાવ્યા હતાં. ભારતીય વાયુસેનાના મિરાજ 2000 વિમાનોએ પીઓકેમાં ઘૂસીને 1000 કિલોથી વધુના બોમ્બ વરસાવ્યાં હતાં. આ કાર્યવાહીમાં 200થી 300 આતંકીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે.