દેહરાદુન : આ ગણતંત્ર દિવસ પ્રસંગે દેશની સફળતાનાં પુસ્તકમાં વધારે એક સોનેરી પેજ જોડાઇ ચુક્યું છે. ગણતંત્ર દિવસની પરેડમાં હિસ્સો લેનારા એક એરક્રાફ્ટને બાયોફ્યુલ દ્વારા પોતાની ઉડ્યન પુર્ણ કરશે. એક તરફ જ્યાં 26 જાન્યુઆરીની ભવ્ય પરેડને જોવા માટે લાખો લોકો હાજર હશે. બીજી તરફ કેટલાક લોકોની નજર ભારતીય વાયુસેનાનાં એક ખાસ એરક્રાફ્ટ પર હસે. આ ખાસ લોકો ઇન્ડિયન ઇસ્ટીટ્યૂટ ઓફ પેટ્રોલિયમનાં વૈજ્ઞાનિકો અને તેમની ટીમ હશે. આ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા બાયો ફ્યુલનો ઉપયોગ ભારતીય વાયુસેના ગણતંત્ર દિવસ પ્રસંગે પોતાનાં એરક્રાફ્ટને ઉડ્યન માટે કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેહરાદુન ખાતે ઇન્ડિયન ઇસ્ટીટ્યુટ ઓફ પેટ્રોલિયમનાં સીનિયર સાયન્ટીસ્ટ અને તેમની સંપુર્ણ ટીમે બાયો ફ્યુલ તૈયાર કર્યું છે. તેનાંથી ગણતંત્ર દિવસ પ્રસંગે વાયુસેનાનું એકક્રાફ્ટ ઉડાવવામાં આવશે. ભારતીય વાયુસેના દ્વારા આઇઆઇપીથી આશરે 2 હજાર લીટર બાયોફ્યુલની માંગ કરવામાં આવી હતી. લાંબી પ્રક્રિયા બાદ વૈજ્ઞાનિકોની ટીમે નિશ્ચિત સમય પર બાયો ફ્યૂલ ભારતીય વાયુસેનાને સોંપી દીધું છે. 


ખાસ પળની જોવાઇ રહી છે રાહ
આઇઆઇપીનાં સીનિયર સાયન્ટીસ્ટ એ.કે સિન્હા અને તેમની સંપુર્ણ ટીમને 26 જાન્યુઆરીએ તે ખાસ સમયની રાહ છે, જ્યારે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા બાયો ફ્યુલથી ભારતીય વાયુસેના પોતાના એક્રાફ્ટ ઉડાવશે. નોંધનીય છે કે અગાઉ પણ ગત્ત વર્ષે 27 ઓગષ્ટે બાયો ફ્યુલ દ્વારા દેહરાદુનથી દિલ્હી માટે વિમાન સફળ ઉડ્યન કરી ચુક્યું છે. આ સમયે સંપુર્ણ ટીમે ગર્વ અનુભવ કર્યો હતો. જો કે હવે આ પ્રદર્શન રાષ્ટ્રીય પરેડ દરમિયાન થવાનું છે તો સાયન્ટીસ્ટ માટે તે વધારે ગર્વની વાત છે.